મુંબઈમાં ફરી આતંકી હુમલો કરવાની ધમકી મળી છે.
મુંબઈ પોલીસના વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે.
આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈને ઉડાવી દેવાની તૈયારી થઈ ચૂકી છે.
કોઈપણ સમયે હુમલો થઈ શકે છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે આ હુમલો 26/11ના હુમલા જેવો હશે.
આ મેસેજ બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મેસેજ મોકલનારની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ પાકિસ્તાનના નંબર પરથી આવ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો તમે મને ચેક કરશો તો લોકેશન પાકિસ્તાન બતાવશે, પરંતુ બ્લાસ્ટ મુંબઈમાં થશે. ધમકી આપનાર વ્યક્તિએ મેસેજમાં લખ્યું છે કે છ લોકો ભારતમાં આ હુમલો કરશે.