મુંબઇ માં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી જિલેટીનથી ભરેલી સ્કોર્પિયો કબજે કરવાના મામલે પોલીસ ઓફિસર સચિન વઝેની ધરપકડ બાદ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.તા. 25 ફેબ્રુઆરીએ સચિન વઝેને આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી. પોલીસ ઓફીસર સચિન વઝેની ટીમે થાણેના સાકેત કોમ્પ્લેક્સમાં લગાવેલા CCTV કેમેરાનું DVR જપ્ત કરી લીધું હતું. NIAની ટીમે તે DVRને ફરીથી મેળવી લીધું છે.હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે ક્રાઇમ ઈન્વેસ્ટિગેશન યુનિટ (CIU)ના લોકોએ વઝેની સોસાયટીમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR)હટાવ્યું કેમ હતું. આ દરમિયાન NIAને આ માહિતી મળી છે કે સ્કોર્પિયોની પણ ચોરી થઈ ન હતી.
CCTV ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે મનસુખની સ્કોર્પિયો ક્યારેય ચોરી થઈ ન હતી. પરંતુ, આ સ્કોર્પિયો 18 થી 24 ફેબ્રુઆરીની વચ્ચે સચિન વઝેની સોસાયટીમાં જ જોવા મળી હતી. હિરેને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેનો સ્કોર્પિયો 17 ફેબ્રુઆરીના રોજ મુલુંડ-એરોલી રોડ પરથી ગુમ થઈ હતી. ફોરેન્સિક રિપોર્ટ પણ તે સાબિત કરે છે કે કારમાં કોઈ ફોર્સ એન્ટ્રી થઈ ન હતી. તેને ચાવીથી પણ ખોલવામાં આવી હતી.આમ આ આખા કેસ માં હવે પોલીસ અધિકારી વઝે જ શંકાસ્પદ જણાઈ રહ્યા છે અને જેની સ્કોર્પિયો હતી તે મનસુખે ચોરી ની ફરિયાદ મામલે રહસ્ય જન્મ્યું છે કારણ કે આ સ્કોર્પિયો પોલીસ અધિકારી વઝે ઉપયોગ કરતો હોવાનું સામે આવી રહ્યું છે.
