મુંબઇ માં એન્ટિલિયા કેસમાં રાજકારણ ચરમસીમા એ પહોચ્યું છે અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના પત્ર માં ગૃહમંત્રી એ પોલીસ ને આપેલા 100 કરોડ ના ટાર્ગેટ નો મુદ્દો ઉછળતા હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોડી રાત્રે પોતાના સરકારી બંગલા પર હાઈલેવલની મીટિંગ બોલાવી હતી. જેમાં મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનના નેતાઓ સામેલ હોવાની વાત કરવામાં આવી રહી છે. જો કે દાવો એવો પણ છે કે બેઠકમાં મુખ્ય સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામલે હતા બીજી તરફ મુંબઈમાં ગૃહમંત્રી અનિલ દેશમુખના સરકારી નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘પત્રમાં જે આરોપ લગાડવામાં આવ્યા છે, તે અત્યંત ગંભીર છે
આ આરોપની પુષ્ટિ માટે તેઓએ વ્હોટ્સએપ ચેટ અને SMS ચેટ સાથે સંલગ્ન કર્યા છે. વ્હોટ્સએપ ચેટમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલાં પૈસા ક્યારે અને કઈ રીતે જમા કરવાના છે. હું માનું છું કે આ ઘણો જ મોટો એવિડન્સ છે. અમારી માગ છે કે ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.’ આમ હવે પોલિસ ને અપાયેલા 100 કરોડ ના ટાર્ગેટ નો મુદ્દો ગરમાયો છે.
