મુંબઈ માં પોલીસ ઓફિસર સચિન વઝે ને દર મહિને રૂ.100 કરોડ ગમે ત્યાંથી ઉઘરાવી લાવવાનો ગૃહમંત્રી એ ટાર્ગેટ આપ્યા ના ગંભીર અહેવાલો સામે આવ્યા છે.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખી ધડાકો કર્યો છે કે એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા પોલીસ ઓફીસર સચિન વઝે ને દર મહિને 100 કરોડ આપવાનો ટાર્ગેટ હતો. પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવી ઉમેર્યું છે કે તેમણે વઝે ને 100 કરોડ રૂપિયા દર મહિને ક્લેક્ટ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પરમબીર સિંહને તાજેતરમાં જ મુંબઈના પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેની બાદ શનિવારે તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. જેમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. પરમબીર સિંહે કહ્યું કે મને સચિન વાઝેએ જણાવ્યું હતું કે દર મહિને અનિલ દેશમુખે 100 કરોડ રૂપિયા ક્લેક્ટ કરવા કહ્યું છે આમ હવે આ પ્રકાર ના બહાર આવેલા અહેવાલો ને લઈ જનતા માં આજના ગંદા રાજકારણ સામે સવાલો થઈ રહ્યા છે.