દેશમાં દરવર્ષે ગણેતોસવ દરમ્યાન ઠેરઠેર ભગવાન ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવે છે જેમાં દેશમાં સૌથી વધુ જાણિતા મુંબઈ ના શ્રીગણપતિ લાલબાગના રાજાનુ ચાલુ વર્ષે કોરોનાને લીધે સ્થાપન થશે નહીં. કેમકે મુંબઈ માં જ્યાં ‘લાલબાગચા રાજા’ની મૂર્તિ સ્થાપિત થાય છે તે જગ્યાથી બિલકુલ નજીક કન્ટેનમેન્ટ એરિયા આવેલો છે. છેલ્લા 86 વર્ષમાં આ પ્રથમ વખત ‘લાલબાગના રાજા’ બિરાજમાન થશે નહીં. વર્ષોથી ચાલી આવતી પરંપરા કોરોના ને કારણે પ્રથમવાર ખેરવાઈ છે. આ અંગેનો નિર્ણય લેવા માટે આશરે 1,200 સભ્યોની લગભગ ત્રણ કલાક ચાલેલી ઝૂમ મીટિંગ માં ચર્ચા દરમ્યાન આ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં આ વર્ષે લાલબાગના રાજાનું સ્થાપન નહીં કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય જે નક્કી થયું તેમાં અલગ રીતે લાલબાગચા રાજાનો ઉત્સવ ઉજવવા નું નક્કી કરાયું છે જેમાં ૧૧ દિવસ સુધી રક્તદાન અને પ્લાઝમા થેરપી માટે પ્લાઝમા દાનનો ઉપક્રમ અમલમાં મૂકવામાં આવશે. કોરોના જંગ માં શહીદ થયેલા પોલીસોના કુટુંબની ૨૦ વીર માતાનું સન્માન કરવામાં આવશે. ગલવાન ખીણમાં શહીદ થયેલા જવાનોની વીર માતા અને પત્નીઓનું સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રી સહાયતા ભંડોળ માટે ૨૫ લાખ રૂપિયાનું દાન આપવામાં આવશે.
મુંબઈ સહિત રાજ્યના અન્ય ભાગોમાં લાલબાગચા રાજા જેવી જ 9થી 12 ફૂટની 15થી વધુ મૂર્તિઓ જતી હતી. ગુજરાતમાં સુરત, નવસારી, બિલિમોરા, અંકલેશ્વર ખાતે 12 ફૂટની 6-7 મૂર્તિઓ જતી હતી, પરંતુ આ વખતે મહારાષ્ટ્રમાં ઊંચાઈ પર મર્યાદા આવી હોવાથી તે બનાવાશે નહીં.
અંબાણીના મૂર્તિકાર 2000 મૂર્તિ લે જણાવ્યું હતું કે અમે દર વર્ષે 2000 મૂર્તિ બનાવીએ છીએ, જે 2થી 12 ફૂટ સુધી હોય છે.
લાલબાગના રાજાના દર્શન માટે દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, અમિતાભ બચ્ચન પણ લાલબાગના રાજાના દર્શન માટે આવે છે. મુંબઈના આ જાણિતા ગણપતિ પ્રત્યે લોકોની આસ્થાને લીધે તેમના વિસર્જનનું જુલૂસ સવારથી શરૂ થાય છે અને વિસર્જન સ્થળ પર પહોંચવામાં આશરે 19 કલાકનો સમય લાગે છે. તેમા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે.
રાત્રે 9 વાગે શરૂ થયેલી બેઠક 12 વાગ્યા સુધી ચાલી
86 વર્ષથી ચાલી આવતી લાલબાગના રાજાના આગમનની પરંપરાને સ્થગિત કરવાનો નિર્ણય લેતા લાલબાગ કા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સભ્યો માટે આ નિર્ણય એટલો સરળ ન હતો. મંડળના સચિવ સુધીર સાલવીએ કહ્યું કે મંગળવારે બેઠક યોજાઈ હતી. તેમા 1,200 સભ્યએ ભાગ લીધો હતો. ઝૂમ એપ પર આ મીટિંગની શરૂઆત રાત્રે 9 વાગે થઈ હતી અને 12 વાગ્યા સુધી તે ચાલી હતી. તેમા એવું નક્કી કરવામાં આવ્યુ કે 22 ઓગસ્ટથી શરૂ થનારા ગણેશોત્સવ સમયે લાલબાગના રાજાની સ્થાપના કરવામાં નહીં આવે
મંડળના સચિવ સુધીર સાલવીએ કહ્યું કે-‘દેશ જ દેવ’ માની છીએ.જેથી જ્યારે મુંબઈ સહિત સમગ્ર દેશમાં કોરોના સંકટ છે તો અમે અહીં આવતા શ્રદ્ધાળુઓ, પોલીસ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓના સ્વાસ્થ્યને મહત્વ આપ્યુ છે. લાલબાગના રાજા પ્રત્યે શ્રદ્ધા રાખતા સેંકડો લોકો છે.જો અમે અહીં મૂર્તિ સ્થાપિત કરશું તો મોટી સંખ્યામાં લોકો આવશે. તેમનામાં સંક્રમણ ફેલાવાનું જોખમ છે. માટે અમે આ વખતે મૂર્તિ નહીં સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ વખતે અમે સ્વાસ્થ્ય ઉત્સવ સ્વરૂપમાં ગણેશોત્સવની ઉજવણી કરશું. આમ કોરોના ની હાડમારી ના કારણે ચાલુ વર્ષે મુંબઈ માં લાલબાગ ના રાજા નું સ્થાપન નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
