મહારાષ્ટ્રમાં સંબંધીઓને ફાયદો કરાવવા માટે બે મુખ્યમંત્રીઓની ખુરશીઓ છીનવાઈ ચુકી છે ત્યારે હવે આવાજ કઈક એક વિવાદમાં ઠાકરે ફસાયા છે, શિવસેના-ભાજપ ગઠબંધન અગાઉ મુખ્ય પ્રધાન મનોહર જોશીને તેમના જમાઈના કારણે ખુરશી છોડવી પડી હતી અને પોતાના સાસુનાઆદર્શ હાઉસિંગ કૌભાંડમાં અશોક ચવ્હાણને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
જે બાદ હવે વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાળા ના કારણે મુશ્કેલીમાં છે.
મનોહર જોષી 1998માં રાજ્યના CM હતા પરંતુ જમાઈ ગિરીશ વ્યાસના કારણે તેમને CM પદ પરથી હટી જવું પડ્યું હતું. જે બાદ વર્તમાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે મુખ્યમંત્રી બન્યા. એવું કહેવાય છે કે તે સમયે પુણેમાં એક શાળાની જમીનનું રિઝર્વેશન બાદ થોડા દિવસોમાં આ પ્લોટ પર 10 માળની ઇમારત ઉભી કરવામાં આવી. આ માટે જોશીને સુપ્રીમ કોર્ટનો ઠપકો સાંભળવો પડ્યો હતો.
બીજો કિસ્સો અશોક ચવ્હાણનો છે, જેમને તેમની સાસુ-સસરાની આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં નામ ઉછળતા મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.
હવે કોલાબા, દક્ષિણ મુંબઈમાં આર્મીની અનામત જમીનનો મામલો ચમક્યો છે હવે EDએ મની લોન્ડરિંગ કેસમાં સીએમ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરના 11 ફ્લેટ જપ્ત કર્યા છે, જેની કિંમત 6.45 કરોડ છે. તેનાથી ઠાકરેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મથુરાના રહેવાસી સીએ નંદકિશોર ચતુર્વેદી સાથે હવાલા વેપારી સાથે જોડાણ હોવાને કારણે EDએ ઉદ્ધવના સાળા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ચતુર્વેદીએ શ્રીધર પાટણકરની કંપની શ્રી સાંઈબાબા ગૃહનિરુધિ પ્રાઈવેટ લિમિટેડને શેલ કંપની (સ્યુડો કંપની) ‘હમસફર ડીલર્સ પ્રાઈવેટ લિમિટેડ’ દ્વારા લોનના નામે 30 કરોડ આપ્યા હતા. બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે સીએમ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરેએ 2014માં કોમો સ્ટોક એન્ડ પ્રોપર્ટીઝ નામની કંપની બનાવી હતી. હવે કંપનીના માલિક નંદકિશોર છે. આ જ મુખ્યમંત્રી ઠાકરેના સાળાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છે.
ED એ હવાલા વેપારી, મથુરાના રહેવાસી CA નંદકિશોર ચતુર્વેદી સાથેના જોડાણ બદલ ઉદ્ધવના સાળા સામે કાર્યવાહી કરી છે. ચતુર્વેદીએ શ્રીધર પાટણકરની કંપની શ્રી સાંઈબાબા ગૃહનિરુધિ પ્રાઈવેટ લિમિટેડને સ્યુડો-કંપની ‘હમસફર ડીલર્સ પ્રાઈવેટ લિમિટેડ’ દ્વારા લોનના નામે 30 કરોડ આપ્યા હતા.
આમ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની ખુરશી ડોલી રહી છે.