મેચ રસિયાઓ દિવાળી માં પણ મેચની મજા લઈ રહ્યા છે હાલમાં ચાલી રહેલી IPLની 13મી સીઝનની ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 5 વિકેટે હાર આપી હતી.
વિગતો મુજબ મુંબઈએ IPLનું સતત બીજીવાર અને ઓવરઓલ 5મી વાર ટાઈટલ જીત્યું છે. મુંબઈ છ વાર ફાઈનલમાં રમ્યું છે, એમાંથી બે મેચમાં ટાર્ગેટ ચેઝ કર્યો. આ પહેલાં 2010માં ચેન્નઈ સામે ટાર્ગેટ ચેઝ કરી શક્યું ન હતું.157 રનના ટાર્ગેટને મુંબઈએ 18.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને ચેઝ કર્યો હતો. રોહિત શર્માએ 51 બોલમાં 68 રન બનાવ્યા હતા અને કિશને 19 બોલમાં 33 રન બનાવ્યા હોવાના અહેવાલો હતા. મેચ રસિયાઓ માં સવાર માં આ મુદ્દે ચર્ચાઓ ચાલતી હતી.
