આજે ભારત અને એશિયાના સૌથી મોટા ધનવાન વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દાદા બન્યા છે. આજે તેમના પુત્ર આકાશની પત્ની શ્લોકાએ દિકરાને જન્મ આપ્યો છે અને તેનાથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશની લહેર ઉઠી છે. આ સાથે દાદા બનાવાના સમાચારથી મુકેશ અને નીતા અંબાણી પણ અત્યંત ખુશ છે. આ દરમિયાન મુકેશ અંબાણીના પૌત્રની પહેલી તસ્વીર પણ સામે આવી છે.
આજે મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશની પત્ની શ્લોકાના ઘરે પારણું બંધાયુ છે. અંબાણી પરિવારની પુત્રવધુ શ્લોકાએ આજે સવારે 11 વાગે એક દિકરાને જન્મ આપ્યો છે.
રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ પરિમલ નથવાણીએ મુકેશ અંબાણીની તેમના પૌત્ર સાથેની એક તસ્વીર ટ્વિટર પર પોસ્ટ કરી છે અને સમગ્ર અંબાણી પરિવારને અભિનંદન પાઠવ્યા છે. સુત્રોના મતે મુકેશ અંબાણીના પૌત્રનો જન્મ કોકિલાબેન હોસ્પિટલમાં થયો છે.
Congratulations to Shloka & Akash Ambani for the birth of their baby boy. I also congratulate Shri Mukeshbhai, Neetabhabhi and the entire Ambani Family for the arrival of the new member. This is indeed a day to rejoice. Lots of love and blessings for the baby. pic.twitter.com/CVtRfPp0Rk
— Parimal Nathwani (@mpparimal) December 10, 2020
“>
અભિનંદનમાં પરિમલ નથવાણીએ શુ કહ્યુ?
અંબાણી પરિવારને અભિનંદન પાઠવતા પરિમલ નથવાણીએ ટ્વિટ કર્યુ કે, શ્લોકા અને આકાશ અંબાણીને દિકરાના જન્મ બદલ બહુ-બહુ અભિનંદન. હું શ્રી મુકેશ ભાઇ અને નીતિ ભાભી અને સમગ્ર અંબાણી પરિવારને એક નવા સભ્યના આગમન બદલે અભિનંદન આપુ છે. આજનો દિવસ સમગ્ર અંબાણી પરિવાર માટે ખુશીનો દિવસ છે.
અંબાણી પરિવાર તરફથી આપવામાં આવેલા નિવેદન મુજબ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી શ્લોકા અને આકાશ અંબાણી આજે માતા-પિતા બન્યા છે. તેમના ઘરે દિકરાનો જન્મ થયો છે. ઘરે પૌત્રનો જન્મ થતા દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બનવાથી અત્યંત ખુશ છે. એક નવા મહેમાનના આગમનથી સમગ્ર અંબાણી પરિવાર ખુશીથી ઝુમી ઉઠ્યુ છે.