દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકના રિસર્ચ એકમ SBI Research એ પોતાના એક રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે, કોરોનાની બીજી લહેરમાં જે રીતે તેજીથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે, તેને જોતા આવનારા થોડાંક દિવસોમાં આપણે આ લહેરના ‘peak’ પર હોઇશું. તો અહીં જાણીશું કે શું છે હકીકત…
SBI ના રિસર્ચે પોતાના નવા રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે, મેના મધ્ય સુધી એટલે કે, હવેથી આવનારા 20 દિવસોમાં ભારત કોરોનાની બીજી લહેરના ‘peak’ પર હશે. ત્યારે દેશમાં કોરોના સંક્રમણના અંદાજે 36 લાખ દર્દીઓ હશે. જો કે, રિપોર્ટમાં તેની અર્થવ્યવસ્થા પર પડનારી અસરને પણ દર્શાવવામાં આવી છે.
SBI રિસર્ચે પોતાના ‘The Power of Vaccination’ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ‘અન્ય દેશોના અનુભવના આધાર પર તે એવાં પરિણામો પર પહોંચ્યો છે કે, આવનારા 20 દિવસોમાં આપણે કોરોનાની બીજી લહેરના ‘peak’ પર હોઇશું અને આપણો રિકવરી રેટ 77.8% હશે. અર્થવ્યવસ્થા પર પડનારી અસરને પણ દર્શાવવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, જો રિકવરી રેટમાં 1% નો ઘટાડો થાય છે તો સક્રિય મામલાની સંખ્યામાં 1.85 લાખનો વધારો થાય છે, હાલના આધારે રિકવરીમાં 1% નો ઘટાડો આવવામાં હાલમાં 4.5 દિવસ જ રહ્યાં છે એવામાં આગામી 20 દિવસમાં આપણે કોરોનાના ‘peak’ પર હોઇશું. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, હાલમાં દેશનો રિકવરી રેટ 82.5 % છે. છેલ્લાં એક સપ્તાહથી દેશમાં કોરોનાના રોજના ત્રણ લાખથી પણ વધારે નવા કેસો સામે આવી રહ્યાં છે.