મોંઘવારીનો વધુ માર હવે જનતાના માથે આવ્યો છે અને ફરી એક વખત વધુ પૈસા ચૂકવવા જનતાએ આજથી તૈયાર રહેવું પડશે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા સ્થાનિક એલપીજી કનેક્શનની સિક્યોરિટી ડિપોઝિટમાં રૂ. 750નો વધારો કર્યો છે. ગ્રાહકોને હવે દરેક કનેક્શન માટે 1,450 રૂપિયાના બદલે 2200 રૂપિયા ચૂકવવા પડશે. તેનો અમલ 16 જૂન એટલે કે આજથી થશે.
–રેગ્યુલેટર પણ મોંઘુ થયું
આ સાથે, નવું કનેક્શન લેતી વખતે, 14.2 કિલોગ્રામના બે સિલિન્ડર પર 4,400 રૂપિયા ડિપોઝિટ ચૂકવવા પડશે. ગેસ રેગ્યુલેટરની કિંમત પણ 150 રૂપિયાથી વધારીને 250 રૂપિયા કરવામાં આવી છે.
5 કિલોના સિલિન્ડરની સુરક્ષા રકમ પણ વધારી દેવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાંચ કિલોના સિલિન્ડરની સુરક્ષા રકમ હવે આઠસોની જગ્યાએ વધારીને 1,150 રૂપિયા કરવામાં આવી છે. તેની પાઇપ અને પાસબુક માટે 150 અને 25 ચૂકવવાના રહેશે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો તેમના કનેક્શન પર સિલિન્ડર ડબલ કરે છે, તો બીજા સિલિન્ડર માટે વધેલી સિક્યોરિટી ડીપોઝીટ ચૂકવવી પડશે. જો કે, જો કોઈ વ્યક્તિ ઉજ્જવલા યોજના હેઠળ નવું કનેક્શન મેળવે છે, તો સિલિન્ડરની સિક્યોરિટી રકમતો લેવાયજ છે.
જો તમે હવે એક સિલિન્ડર સાથે નવું ગેસ કનેક્શન લેવા જાઓ છો, તો તમારે તેના માટે 3690 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ગેસ ચુલો લેવા માંગો છો, તો તમારે તેના માટે અલગથી ચૂકવણી કરવી પડશે. એલપીજીની સતત વધી રહેલી કિંમતો વચ્ચે મોંઘા કનેક્શનના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.