દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની વધતી કિંમતો બેફામ વધારો અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આજે એટલે કે ગુરુવારે દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. આ પ્રદર્શનને અસરકારક બનાવવા માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શન દરમિયાન તમામ નેતાઓ ‘ચૂંટણી પૂરી લુંટ ચાલુ ‘ના નારા લગાવતા જોવા મળ્યા હતા.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દરરોજ પેટ્રોલ, ડીઝલ અને અન્ય વસ્તુઓની કિંમતો બિનજરૂરી રીતે વધી રહી છે અને તેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે, તેથી આજે અમે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. કોંગ્રેસ માંગ કરી રહી છે કે યુપીએ સરકાર વખતે જે ભાવ હતા તે કરવા જોઈએ તેવી માંગ કરી રહયા છે, એક વિપક્ષ તરીકે જનતાના હિત માં અવાજ ઉઠાવવાનો હક્ક કોઈ છીનવી શકે નહીં.