નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો. આ ઉપરાંત રાજ્યસભામાં અમિત શાહે રાજ્ય પુર્નગઠન વિધેયકને રજૂ કર્યો. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરી દીધું છે. લદ્દાખને વિધાનસભા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. સંસદમાં આ સંકલ્પ અને વિધેયક રજૂ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં મહત્વપૂર્ણ બદલાવ થઇ રહ્યો છે. અગાઉ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો પરંતુ હવે તે કેન્દ્ર શાસિત પ્રદેશ હશે.

જમ્મુ-કાશ્મીરમાં અગાઉ અનુચ્છેદ 370ના તમામ અનુબંધ લાગુ હતાં પરંતુ હવે અનુચ્છેદ 370નો ફક્ત એક જ ખંડ લાગૂ થશે.
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી બેવડી નાગરિકતા હતી પરંતુ હવે જમ્મુ-કાશ્મીરના નિવાસી ભારતના જ નાગરિક હશે.
જમ્મુ-કાશ્મીરનો પહેલાં અલગ ધ્વજ હતો. ત્યાં ત્રિરંગાનું અપમાન કરવું અપરાધ ન હતો પરંતુ હવે જમ્મુ-કાશ્મીરમાં પણ ત્રિરંગો લહેરાશે.

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન અંતર્ગત ઇમરજન્સીની ધારા 356 લાગૂ નથી થતી પરંતુ હવે ત્યાં ધારા 356 પણ લાગૂ થશે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા 6 વર્ષની હતી જ્યારે સમગ્ર દેશમાં વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. બહારના લોકોને જમીન ખરીદવા પર પ્રતિબંધ હતો. આરટીઆઇ કાયદો અહીં લાગુ ન હતો. હવે આ તમામ વિશેષ અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યાં છે.
અગાઉ રાજ્યના નિયંત્રણમાં પોલીસ હતી અને અહીં રાજ્યપાલનું પદ હતુ. હવે આ વિશેષ અધિકારી પણ નાબૂદ થઇ ગયો છે.

જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી અલગ ધ્વજ, અલગ બંધારણ અને બેવડી નાગરિકતા હતી. જે હવે હટાવી દેવામાં આવ્યાં છે.
જણાવી દઇએ કે શાહે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય પુર્નગઠન વિધેયક 2019 રજૂ કર્યુ. આ વિધેયક અનુસાર લદ્દાખ હવે કેન્દ્ર શાસિત હશે જ્યાં ચંદીગઢની જેમ વિધાનસભા નહી હોય. આ વિધેયક અનુસાર કાશ્મરી અને જમ્મુ ડિવિઝન વિધાનસભા સાથે એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જ્યાં દિલ્હી અને પોંડીચેરીની જેમ વિધાનસભા હશે. આ વિધાનસભા પાસે અધિકાર તો હશે પરંતુ પોલીસ અને કાયદાની વ્યવસ્થા કેન્દ્રના હાથમાં હશે.