સેક્સ વર્કર માટે અયોધ્યામાં મોટા ભક્તમાલની બગિયામાં રામ કથા સંભળાવનાર મોરારી બાપુએ બીજા જ દિવસે વ્યાસપીઠ પરથી 11 લાખ રૂપિયા આપવાનું જાહેર કરી દીધુ હતું. એટલુ જ નહી મોરારી બાપુએ લોકોને તેમની મદદ કરવા માટે વિનંતી કરી છે. મોરારી બાપુએ કહ્યું કે શનિવાર સુધી જે લોકો મદદ માટે આગળ આવવા ઇચ્છે છે તે આવી શકે છે. કારણ કે સમાજની મુખ્યધારામાં આ સેક્સ વર્કરને જો જોડવી હશે તો તેઓની મદદ કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે ‘ સેક્સ વર્કર ગુરુ છે, સમાજનું શગુન પણ છે. બંગાળની પ્રથા છે કે દુર્ગા મૂર્તિ બનાવવા માટે માટી સેક્સ વર્કરનાં ઘરેથી જ લેવામાં આવે છે. અપ્સરાઓ પણ સ્વર્ગની સેક્સ વર્કર જ છે. તે સોનાનાં ફ્રેમમાં જડેલી એક વર્કર છે જ્યારે આ બધી મજબુરીમાં સહન કરે છે. ‘
મોરારી બાપુએ કહ્યું કે જે કામ ઇલ્મીઓએ ન કર્યું, તે કામ ફિલ્મીઓએ કર્યું છે. મોરારી બાપુએ કહ્યું કે ‘સત્ય બોલવાની હિંમત જોઈએ, કબૂલ કરવા માટે તો ખૂબ જ હિંમતની જરૂર છે.’
તેમણે કહ્યું કે વિશ્વના શ્રેષ્ઠ વિજ્ઞાન કેન્દ્ર નાસાએ પણ વાયુમંડળમાં ઓમનો અવાજ પકડ્યો છે. રામ પોતે પ્રવણ અને ઓમકાર છે. પરમત્વને પહેલું નામ રામ આપવામાં આવ્યું હતું. રામ પોતે સ્વર્ણક્ષર મંત્ર છે, ભગવાન શિવએ પણ મહામંત્રને સ્વીકાર્યું છે.