યુપીમાં તોફાનો કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી સખ્ત બની છે અને તોફાનીઓને ઝડપી લઈ તેઓના મકાનો તોડવા બુલડોઝર કામે લગાડવાની કવાયત શરૂ થઈ છે.
પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) એ પ્રયાગરાજ હિંસાના આરોપી જાવેદ અહેમદના ઘર પર ડિમોલિશન નોટિસ લગાવી છે અને તેને આજે સવારે 11 વાગ્યા સુધીમાં ઘર ખાલી કરવા કહ્યું છે, જેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે.
પ્રયાગરાજના અટાલામાં શુક્રવારની નમાજ બાદ તોફાન કરનારા
આરોપીઓના મકાનો ને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
શનિવારે તેમના મકાનો અને અન્ય બાંધકામોની માપણી કરવામાં આવી હતી અને ડીએમના આદેશ બાદ આજે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે પાંચ ડઝનથી વધુ આરોપીઓની યાદી તૈયાર કરી છે. તેમની ધરપકડ સહિત અન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, જિલ્લા વહીવટીતંત્ર, પ્રયાગરાજ વિકાસ સત્તામંડળ અને મહાનગરપાલિકાની ટીમ શનિવારે દિવસભર અટાલા અને અન્ય વિસ્તારોમાં હાજર રહી અને આરોપીઓના ઘરોની ઓળખ કરી છે.