મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય એક્ટર સરથ ચંદ્રને આત્મહત્યા કરી લીધી હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી છે,કેરળ પોલીસને સરથના ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.
પોલીસને શંકા છે કે 37 વર્ષીય સરથે ઝેર પીને આત્મહત્યા કરી છે. સરથના ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે તેના મોત માટે કોઈ જવાબદાર નથી. પોલીસને શંકા છે કે સરથ ડિપ્રેશનમાં આવી જઈને આ પગલું ભર્યું હશે.
કોચ્ચિમાં રહેતા સરથ ચંદ્રને ફિલ્મમાં કામ કરતાં પહેલા IT કંપનીમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ડબિંગ એક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે મલયાલમ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ ‘અનીસ્યા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
સરથ મલયાલમ ફિલ્મ ‘અંગામાલી ડાયરીઝ’થી ચાહકોમાં લોકપ્રિય થયો હતો. સરથે ‘કૂડે’, ‘ઓરુ મેક્સિકન’ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે. સરથે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું.
તેના પરિવારના તેના માતાપિતા અને ભાઈ છે જેઓમાં આઘાતની લાગણી ફેલાઇ છે.