યુ.પી ના ગ્રેટર નોઈડા સ્થિત ક્રાઉન પ્લાઝા હોટલ ના એક ઓરડા માં ‘સામૂહિક સેક્સ’ માણતા 23 યુવક-યુવતીઓ ઝડપાયા !
હવે જાણે લાજ શરમ નો જમાનો જ રહ્યો નથી અને પશ્ચિમી સંસ્કૃતિ હાવી થતી જાય છે ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં એક ખૂબ જ શરમ જનક કહી શકાય તેવો મામલો સામે આવ્યો છે યુપી ના ડેનકૌરમાં ચીતી ગામ નજીક ક્રાઉન પ્લાઝા હોટલ ની રૂમ ખોલતા જ પોલીસ ચોંકી ઉઠી હતી અહીં સામૂહિક સેક્સ ચાલતુ હતું અને કોઈપણ શરમ વગર 12 યુવતીઓ અને 11 યુવકો સામૂહિક સેક્સ માણતા હોવાનું ધ્યાને આવતા પોલીસ પણ માથું નીચું કરી રુમ માંથી બહાર નીકળી ગયા હતા અને તમામ ની ધરપકડ કરી હતી, સેક્સ રેકેટમાં ઝડપાયેલી 12 છોકરીઓમાંથી 3 યુવતીઓ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોટલમાં ઘણા સમયથી સેક્સ રેકેટ ચાલતું હતું. હોટલની આસપાસ રહેતા લોકોએ સ્થાનિક પોલીસ ને જાણ કરવા છતાં પગલાં નહિ ભરતા આખરે લોકો એ ઉપરી અધિકારી એવા એસીપી બ્રજાનંદન રાય ને જાણ કરતા તેઓ એ રેડ કરતા મામલો સામે આવ્યો હતો. આ ઘટના માં હોટલના સંચાલકની પણ અટકાયત કરી લેવાઈ છે, પોલીસે જ્યારે હોટલ નો ઓરડો ખોલ્યો ત્યારે અંદર નું દ્રશ્ય જોઇને પોલીસ પણ શરમથી બહાર નીકળી ગઈ હતી.
પોલીસે હોટલના રુમમાંથી અનેક પ્રકારની દવાઓ અને વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નોઇડા, દનકૌર, સિકંદરાબાદ અને બુલંદશહેરના મોટાભાગના યુવકો દનકૌરની આ હોટલમાં આવતા અને સામૂહિક રીતે સેક્સ ની મજા લેતા હોવાનું ખુલ્યું છે.
ચીતી ગામ નજીક આવેલી ક્રાઉન પ્લાઝા હોટલ 2014થી કાર્યરત છે અને દરોડા દરમિયાન અહીં કોઈ ભોજન બનાવવામાં આવતું નહિ હોવાનું ખુલ્યું છે માટે નામની જ ખાણી પીણી ની આ હોટલ માં આવા ધંધા ચાલતા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલામાં સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉભા થતા ડીસીપી આર.કે.સિંઘે 1 હેડ કોન્સ્ટેબલ, 4 કોન્સ્ટેબલ અને એક ડ્રાઇવર ની પણ ઇનકવાયરી શરૂ કરી છે. આ ઘટના એ અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.