તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં કોરોના રસીકરણ દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી તે આરોગ્ય તંત્રની લાપરવાહી દર્શાવે છે. આરોગ્ય કર્મીએ એક જ વ્યક્તિને અલગ અલગ કંપનીની કોરોના રસી મૂકી દીધી. જેમાં એક ડોઝ કોવિશિલ્ડ અને બીજો ડોઝ કોવેક્સિનનો હતો. આ ઘટના બહાર આવ્યા બાદ લોકોમાં અલગ અલગ કંપનીની કોરોના રસી મૂકવાથી શરીર પર ગંભીર અસર થવાની ચિંતા સચાવિત રહી છે.
આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ખુલાસો કરતા જણાવ્યુ કે, કોરોના વેક્સિનના બંને ડોઝ એક જ વેક્સિનના હોય તે માટે લોકોએ જાગૃક્ત રહેવું જોઈએ. પરંતુ જો કોઈ કારણોસર બંને ડોઝ અલગ વેક્સિનના લાગે તો લોકોએ ડરવાની જરૂર નથી. તેની આડઅસર અંગે કોઈ આશંકા નથી.’
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, ભારતમાં સૌ પ્રથમ મળેલ કોરોના વાઈરસનો મ્યૂટન્ટ બી.1.617 હવે 53 દેશોમાં ફેલાયો છે. બી.1.617 ના અત્યાર સુધી 3 પ્રકાર જોવા મળ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ગત 7 દિવસમાં ભારતમાં નવા કેસમાં 23 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ છતાં ભારતમાં હાલ સૌથી વધુ કેસ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ગત સપ્તાહે વિશ્વભરમાં સંક્રમણના નવા કેસ અને મોત મામલે ઘટાડો જોવા મળ્યો.