રાજસ્થાનના કરૌલી શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા છે અહીં ભારે તંગદિલી અને તણાવનો માહોલ છે.
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શનિવારે હિંદુ સંગઠનો દ્વારા નિકળેલી બાઈક રેલી ઉપર કેટલાક ઈસમોએ ભારે પથ્થરમારો કર્યો હતા અને પથ્થરમારો કરી રહેલા આજ ઈસમોએ દુકાનો તથા બે બાઈકને આગ લગાડવાનું શરૂ કરતાં ભારે નાસભાગ અને જૂથ અથડામણ સર્જાતા આ સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર સિંહ શેખાવતે 3 એપ્રિલના રાત્રે 12 વાગ્યા સુધી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવા આદેશ કર્યો છે. સ્થાનિક SPએ અહીંની તણાવભરી સ્થિતિને જોતા ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે.
નવસંત્સર પ્રસંગે હિન્દુ સંગઠનો દ્વારા બાઈક રેલી યોજાઈ હતી આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન હટવાડા બજારમાં રેલી ઉપર કેટલાક ઈસમોએ ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બે પક્ષ એકબીજાની સામે આવી જતા મારમારી અને પથ્થરમારામાં 4 પોલીસ કર્મચારીઓ સહિત 42 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી એક સ્થિતિ ગંભીર છે. આ તોફાનમાં સામેલ જણાતા 30 ઇસમોની અટકાયત કરી લેવાઈ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.