રાજસ્થાનના બાડમેરમાં મિગ ક્રેશ થયાના અહેવાલ છે.
આ ઘટનામાં 2 પાઇલટનાં શહીદ થઈ ગયા છે વિમાનનો કાટમાળ અડધા કિલોમીટર સુધી જોવા મળ્યો હતો,રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન રાત્રે લગભગ 9 વાગ્યે ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટનાં શહીદ થયા છે. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી.
વિમાનનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખેરાયો છે. આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. ક્રેશ થયા બાદ પ્રશાસને ટીમ રવાના કરી દીધી છે.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર, એસપી અને એરફોર્સના અધિકારીઓ અકસ્માત સ્થળ તરફ રવાના થઈ ગયા છે. અહીં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે પણ બાડમેરમાં મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ પર વાત કરી હતી. વાયુસેના પ્રમુખે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી, બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશની ઘટના માં બંને પાઈલટ શહીદ થયા છે ઘટના બાદ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ અપાયા છે.