ગુજરાત માં સૌરાષ્ટ્ર ના કેટલાક ભાગો માં જે રીતે પવન સાથે માવઠું થયું એજ રીતે દેશ ના અન્ય રાજ્યો રાજસ્થાન, બિહાર સહિત મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ,પંજાબ સહિત સહિત અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને કરા પડ્યા ના અહેવાલો છે . બિહારના કેટલાક ભાગોમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો.છત્તિસગઢ મા પણ કરા પડ્યા હતા. ઝારખંડમાં પણ છેલ્લા એક સપ્તાહથી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ છે. રાજસ્થાન ના ત્રણ જીલ્લામાં આંધી-વરસાદને લીધે 6 લોકોના મોત થયા છે જેમાં ટોંક-સવાઈ માધોપુરમાં 5 અને કોટામાં એક વ્યક્તિનું મોત થવા સાથે 24થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાહતા એટલું જ નહીં વાવાઝોડા ને કારણે ટોંકમાં 300 જેટલા વીજળીના થાંભલા અને 150 ટ્રાન્સફોર્મરને નુકસાન થવા પામ્યું છે ,આ અગાઉ રવિવારે રાજ્યના ત્રણ જીલ્લામાં આંધી, કરા અને વરસાદને લીધે 7 લોકોના મોત થયા હતા. આ રીતે બે દિવસમાં બદલાયેલા મોસમને લીધે 13 લોકોના મોત થયા છે. પ્રદેશમાં છેલ્લા 10 દિવસથી આંધી-કરા વર્ષાની સ્થિતિ જોવા મળે છે. કરા વર્ષાને લીધે અનેક જગ્યાએ પશુઓના મોત થયા છે. સોમવારે રાત્રે જે કરા પડ્યા હતા તે મંગળવાર સવાર સુધી ઓગળ્યા ન હતા. સોમવારે અજમેર, સીકર, નાગૌર, જયપુર, ભીલવાડા, ટોંક, દૌસા, અલવર, ભરતપુર, ચિત્તોડગઢ, બૂંદી કરૌલી, કોટા, ઝાલાવાડ અને જુંજુનૂંમાં કરા પડ્યા હતા
છત્તિસગઢના વિવિધ જીલ્લામાં બે દિવસમાં કરા અને વરસાદને લીધે પાકને નુકસાન થયા ના અહેવાલ છે. સોમવારે વીજળી પડવાને કારણે સૂરજપુરના વિશ્રામપુરમાં બે ભાઈ અને જશપુરમાં મનરેગા શ્રમિકનું મોત થયુ હતું. એક મહિલા અને યુવકને ઈજા થઈ હતી. કાંકેર, રાયપુર, બિલાસપુર અને ભિલાઈમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ થયો હતો. પ્રદેશમાં કોરિયાના ચિરમિરીમાં ઓલાવૃષ્ટિને લીધે ખેતરમાં ટામેટા, રિંગણ, બટાકા, ભીંડા સહિત ઘઉંના પાકને ભારે નુકસાન થયું હતું. કરાવર્ષાને લીધે 25થી વધારે ગામોને અસર થઈ હતી. મધ્યપ્રદેશના ભોપાલ માં પણ વરસાદ પડ્યો હતો તેમજ ગ્વાલિયર ,ચબલ ,મુરેના માં વ્યાપક નુકશાન ની ખબર છે.
ભર ઉનાળા માં પટના સહિત બિહારના એક ડઝનથી વધારે જીલ્લામાં મંગળવારે સવારે ભારે આંધી સાથે ભારે વરસાદ થયો હતો. આકાશી વીજળી પડવાથી 8 લોકોના મોત થયા હતા. પટનામાં 3, જહાનાબાદમાં 2, શેખપુરા, નાલંદા અને બાંકામાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું.જોકે આ વિસ્તારો માં ખેતરોમાં પાક કાપણી પૂરી થઈ ગઈ હોવાથી વધારે નુકસાન થયું નથી.
રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ થઈ રહ્યો છે. વરસાદ અને કરાવૃષ્ટીને લીધે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે. ખેતરમાં તૈયાર શાકભાજીને નુકસાન થયું છે. કેરીના પાકને પણ વિશેષ નુકસાન થયું છે. કોબી, ફૂલાવર, મરચા અને ટામેટાના પાકને પણ ઘણુ નુકસાન થયું છે. લોકડાઉનને લીધે ખેતરો સુધી વ્યાપારીઓ પહોંચી શકતા નથી અને લીધે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં વીજળી પડવાને લીધે રાજ્યમાં 12 લોકોના મોત થયા છે
રાજધાની લખનઉ અને આજુબાજુના 20થી વધારે જીલ્લામાં મંગળવાર બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. કરા પણ પડ્યા હતા. લખનઉના ગોમતીનગરમાં વીજળી પડી હતી. વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવી સ્થિતિ જોવા મળતી હતી. ઘઉં, કેરીનો પાક ધરાવતા ખેડૂતોને નુકસાન થયુ હતું. સોમવારે રાજ્યના 19 જીલ્લામાં ધૂળભરી આંધી સાથે વરસાદ થયો હતો. આમ ભર ઉનાળા માં આકાશ માંથી વીજળી સાથે વરસાદ અને કરા પડતા લોકો બેવડી ઋતુ નો અનુભવ કરી રહ્યા છે.
