રાહુલ ગાંધી હવે ભેરવાઇ પડ્યા હોય તેવો મામલો સામે આવ્યો છે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની બેદરકારીને કારણે હિન્દૂ યુવાનની હત્યા કરવામાં હત્યારાઓ માટે આસાન થઈ ગયુ હોવાની વાત સામે આવી છે.
રાજસ્થાન ઉદયપુરમાં આઠ વર્ષના પુત્રએ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂક્યા બાદ પિતા કન્હૈયાલાલની તાલિબાની અંદાજમાં હત્યા કરવામાં આવી છે. હવે આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી રહી છે જે હકીકત સાંભળી લોકો ચોંકી ઉઠ્યા છે, આરોપી મોહમ્મદ રિયાઝે 17 જૂને જ કન્હૈયાલાલને મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે તે ગભરાઈ ગયો હતો. કન્હૈયાલાલ તેણે પોલીસને સુરક્ષા માટે પણ અરજ પણ કરી હતી,પરંતુ પોલીસે તેની વાત ઉપર ધ્યાન નહિ આપતા તેની હત્યા થઈ હતી. પરિણામે હવે અહીં કોંગ્રેસ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે.
કારણકે બીજી બધી વાતોમાં રાહુલ ગાંધી ભાજપને જવાબદાર ઠેરવતા રહેતા હોય છે પણ અહીં કોંગ્રેસે કોઈ ધ્યાન નહિ આપતા એક નિર્દોષ વ્યક્તિ ની હત્યા થઈ ગઈ છે.
દેવરીયા થી ભાજપના ધારાસભ્ય ડૉ શલભ મણિ ત્રિપાઠીએ પોલીસની બેદરકારી માટે રાહુલ ગાંધી પર નિશાન સાધી જવાબ માંગતા રાજકારણ ગરમાયુ છે.