રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ઉપર આરોપ લગાવ્યા કે તેઓ જાણી જોઈને રાજ્યસભાની ચૂંટણી યોજવામાં વિલંબ કરી રહ્યા છે. જો તેઓ ધારેત તો રાજ્યસભાની ચૂંટણી બે મહિના પહેલા જ યોજાઈ શકી હોત, પરંતુ તેવું થયું નથી અને જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે, કારણ કે સમય મળતાં ભાજપ ધારાસભ્યોની ખરીદી કરી શકે.ગહલોતે આક્ષેપ લગાવતા કહ્યું હતું કે દેશમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને કોરોનાની ચિંતા નથી.
તેમણે કહ્યું કે મોદીજી કહે છે કે દેશને કોંગ્રેસ મુક્ત બનાવીશું, પરંતુ તે શક્ય નથી. આ અગાઉ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની જોડી લોકશાહીને ધ્વસ્ત કરવામાં લાગેલી હોવાના આક્ષેપ કરી ચૂક્યા છે આમ હવે જનતા માં પણ ખરીદ વેચાણ વાળો મુદ્દો ખુબજ ચર્ચાસ્પદ બન્યો છે અને એક તરફ જનતા ને ખાવા ના ફાંફા છે અને નોકરીઓ નથી તો બીજી તરફ કરોડો માં ખરીદવામાં આવતા નેતાઓ ની ચર્ચા મામલે દેશ માં રાજકારણ થી લોકો માં નફરત ની લાગણી જોવા મળી રહી છે.
