દેશ માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને તેવે સમયે અનેક નેતાઓ પણ કોરોના સંક્રમણ નો ભોગ બની રહ્યા છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત કોરોના પોઝિટિવ આવ્યા છે.
સીએમ અશોક ગહેલોતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે ગતરોજ બુધવારે સીએમ ગહેલોત ના ધર્મપત્ની સુનિતા ગહેલોત પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને આજે તેમના પતિ અશોક ગહેલોત કોરોના પોઝીટિવ આવ્યા છે તેઓ એ આજે ગુરુવારે સવારે ટ્વીટ કરી પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી છે.
સીએમ ગહેલોકે સવાર 9.35 વાગે પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વીટ કરી શેર કરી હતી. સીએમ ગહેલોત કોરોના પોઝિટિવ હોવાની વાત બહાર આવ્યા બાદ કોંગ્રેસના અનેક નેતાઓ સહિત અન્ય પાર્ટીના નેતાઓ અને તેમના સમર્થકો એ સોશિયલ મીડિયા પર તેઓ ને તાત્કાલિક સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
સમગ્ર દેશ સહિત હાલ રાજસ્થાનમાં પણ કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યોમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
