રાજુ શ્રીવાસ્તવની હાલત વધુ બગડી હોવાના સમાચાર છે, મોડી રાતથી અચાનક રાજુની તબિયત વધુ બગડતા તેઓના માથાનો સીટી સ્કેન કરવામાં આવતા મગજના એક ભાગમાં સોજો જણાયો છે, રાજુના મોટા ભાઈ સીપી શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે મગજમાં પાણી ભરાઈ ગયું છે અને તબીબો પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવી રહયા છે.
રાજુના મુખ્ય સલાહકાર અજિત સક્સેનાએ નિવેદન આપ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવનું બ્રેન લગભગ ડેડની સ્થિતિમાં આવી ગયું છે. તેઓ હવે તેઓ ઈશ્વરના ભરોસે છે અને તેઓજ ચમત્કાર કરી શકે છે. વધુમાં અજિત સક્સેનાએ કહ્યું હતું કે રાજનું મગજ કામ કરતું નથી. હાર્ટમાં પણ પ્રૉબ્લેમ છે. બધા જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
રાજુ શ્રીવાસ્તવ માટે દવાની સાથે દુઆ કરવામાં આવી રહી છે. કાશી વિશ્વનાથ ધામ તથા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ થઈ રહ્યો છે,મંદિરના પૂજારી ધર્મેન્દ્ર કૃષ્ણાએ કહ્યું હતું, ‘મહામૃત્યુંજય મંત્રજાપથી શિવજીની કૃપા રહે છે. આ મંત્ર અકાળ મૃત્યુથી બચાવે છે.’
અત્રે નોંધનીય છે કે ગત તા.10 ઓગસ્ટ, 2022ના રોજ રાજુ શ્રીવાસ્તવને હાર્ટ-અટેક આવ્યો હતો. ત્યારથી દિલ્હીની AIIMSમાં સારવાર હેઠળ છે. જ્યાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે નવ દિવસ બાદ પણ હજી સુધી રાજુ ભાનમાં આવ્યા નથી.
ચાર દિવસ પહેલાં સિંગર કૈલાસ ખેરે રાજુ શ્રીવાસ્તવ માટે 21 સંતો પાસે મહામૃત્યુંજય જાપ કરાવવાની સલાહ આપી હતી, પરિવાર હવે આધ્યાત્મિક તરફ વળ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહયા છે.