કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હજુપણ ભાનમાં આવ્યા નથી તેઓનીદિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ના સારવાર ચાલી રહી છે.
દિલ્હી AIIMSમાં ICUમાં દાખલ રાજુ શ્રી વાસ્તવને 8માં દિવસે પણ હોશ નહી આવતા ઇન્ફેક્શનનું જોખમ વધતા પરિવારજનોને ICU માં જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તેઓના સ્વાસ્થ્યમાં સુધારા માટે ઓડિયો થેરાપીથી સારવાર ચાલી રહી છે.
તાવને કારણે ડોકટરોએ રાજુ શ્રીવાસ્તવ નું વેન્ટિલેટર નહી હટાવવાનો તબીબો એ નિર્ણય કર્યો છે. કોઈ ઇન્ફેક્શન ન વધે તે માટે કોઈ વ્યક્તિને તેના બેડ સુધી જવાની મનાઈ ફરમાવી દીધી છે.
પરિવારજનો ICUની બહાર એક ગ્લાસ વિન્ડોથી રાજુને જોઈ શકે છે.
રાજુના PROએ જણાવ્યું હતું કે, ‘દરરોજ નળીમાંથી લગભગ અડધો લિટર દૂધ પીવડાવવામાં આવે છે. દરેક ટ્રીટમેન્ટને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શરીરમાં હલનચલન પણ સતત વધી રહી છે. ઓક્સિજન સપોર્ટ પણ લગભગ 10% સુધી ઘટી ગયો છે. બ્લડ પ્રેશર વધી ગયું છે. બસ હવે પરિવારજનો રાજુના હોંશમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના કસરત કરતા સમયે રાજુની તબિયત લથડી હતી. બાદમાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.