આજે રાજ્યસભામાંથી 72 સાંસદો નિવૃત્ત થતા તેઓને ભાવભરી વિદાય આપી વિદાય લઈ રહેલા સાંસદોને પીએમ મોદીએ તેઓના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી, આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે 12મો દિવસ છે.
વડાપ્રધાન મોદીએ સંસદ માંથી નિવૃત્ત થઇ રહેલા સાંસદોને સંબોધન કર્યા બાદ આગામી સારા જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મોદીજી એ રાજ્યસભાના 72 સેવાનિવૃત્ત સભ્યોની વિદાયમાં કહ્યું હતું કે, આપણાં રાજ્યનવા સભ્યો પાસે ખૂબ અનુભવ છે,ક્યારેક-ક્યારેક અનુભવમાં જ્ઞાન કરતા પણ વધારે શક્તિ હોય છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે ગૃહમાં ઘણો લાંબો સમય પસાર કરીએ છીએ. આ ગૃહે આપણાં જીવનમાં ઘણું યોગદાન આપ્યું છે. આ ગૃહના સભ્ય તરીકે મળેલા અનુભવને દેશના ચારેય ખુણામાં લઈ જવો જોઈએ.
પીએમ મોદીએ સેવાનિવૃત સાંસદોએ કહ્યું કે, અનુભવથી જે મળે છે તેમાં સમસ્યાઓનું સમાધાન માટે સરળ ઉપાય હોય છે.
અનુભવ હોવાના કારણે ભૂલો ખૂબ ઓછી થાય છે. અનુભવનું પોતાનું એક મહત્વ હોય છે. જ્યારે આવા અનુભવી સાથીઓ ગૃહમાંથી જાય છે ત્યારે તેમની કમી હંમેશા મહેસુસ થાય છે.
આપણાં મહાપુરુષોએ દેશ માટે ઘણું કર્યું છે, હવે આપણી જવાબદારી
પીએમ મોદીએ કહ્યું કે, આપણે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આઝાદીના 75 વર્ષમાં દેશના મહાપુરુષોએ દેશ માટે ઘણું કર્યું છે. હવે આપણો વારો છે. હવે અહીંથી નિવૃત્ત થતાં લોકો સાથે મારી એક અપેક્ષા છે કે, તમે એક મોટા સ્ટેજ પર પહોંચીને આઝાદીના અમૃત મહોત્સવ માટે લોકોને પ્રેરિત કરો. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આમ વિદાય લઈ રહેલા સાંસદોને વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
બુધવાર, મે 14
Breaking
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો