રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’, માં ભગવાન શ્રીરામ ની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલે આજે ભાજપ માં જોડાઇ ગયા છે. નોંધનીય છે કે દેશ માં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરળ, પુડુચેરી, આસામ અને તામિલનાડુ માં
વિધાનસભાની યોજાનારછે ત્યારે ચૂંટણી પૂર્વે અરુણ ગોવિલનું ભાજપમાં જોડાવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અરુણ ગોવિલ દિલ્હીની ભાજપ કાર્યાલય ખાતે ભાજપ નો ખેસ ધારણ કર્યો ત્યારે ભાજપના મહામંત્રી અરુણસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લોકડાઉન લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે દૂરદર્શન પર રામાયણ સિરિયલનું ટેલિકાસ્ટ શરૂ કર્યું હતું તે સમયે લોકડાઉનમાં, લોકોને રામાયણ સિરિયલ ખૂબ પસંદ આવી હતી.
ભાજપમાં જોડાયા બાદ હવે ગોવિલ બંગાળમાં પાર્ટી માટે પ્રચાર પણ કરશે. બંગાળમાં જ્યાં ભાજપ જય શ્રી રામના નારા લગાવી રહી છે, ત્યાં સીએમ મમતા બેનર્જી ચંડીનો પાઠ કરી રહ્યા છે અરુણ ગોવિલ પાર્ટી માં જોડાતા હવે ભાજપને મોટા ફાયદાની આશા છે.
