કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોંફરન્સ દરમ્યાન કહ્યું, કે “લોકશાહીની હત્યા વિશે તમને કેવું લાગે છે? જે લોકતંત્ર અમારી સરકારમાં 70 વર્ષમાં બંધાયું હતું તે માત્ર આઠ વર્ષમાંજ ખતમ થઇ ગયું છે, તેમણે કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં માત્ર ચાર લોકોની તાનાશાહી ચાલે છે.
અમે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ એવું કરવા જાઈએતો જેલમાં ધકેલી દેવામાં આવે છે. અમને સંસદમાં ચર્ચા કરવા દેવામાં આવી રહી નથી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સંસદમાં મોંઘવારી, બેરોજગારી અને વિભાજિત સમાજનો મુદ્દો ઉઠાવવા માંગીએ છીએ પરંતુ અમને બોલવા દેવામાં આવતા નથી. લોકશાહીની હત્યા થઈ રહી છે. આ દેશ 70 વર્ષમાં બન્યો હતો, 8 વર્ષમાં નાશ પામ્યો હતો. આજે ભારતમાં લોકશાહી નથી પણ 4 લોકોની સરમુખત્યારશાહી છે.
કોંગ્રેસના પ્રદર્શનને જોતા સમગ્ર દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જંતર-મંતર સિવાય દરેક જગ્યાએ કલમ 144 લાગુ છે. આનો ભંગ કરનાર કાર્યવાહી કરવામાં આવશે.