એક તરફ દેશ માં કોરોના એ ભયંકર રૂપ ધારણ કર્યું છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી એવા સમયે ચાલી રહી છે કે એક તરફ હોસ્પિટલો ફૂલ છે તથા સ્મશાનોમાં જગ્યા નથી બીજી તરફ બંગાળમાં રાજકીય પાર્ટીઓની રેલીઓમાં ભયંકર ભીડ ભેગી કરી કોરોના વકરાવી રહી છે અને દેશભરમાંથી આ રેલીઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અહીં પોતાની તમામ રેલીઓ કે સભાઓ રદ કરવાની જાહેરાત કરી મોટો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની આગામી બધી જ રેલીઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં, હું બંગાળમાં આગામી બધી જ રેલીઓને રદ્દ કરું છું. બધી જ રાજકીય પાર્ટીઓના નેતાઑને પણ વર્તમાન પરિસ્થિતિને જોતાં અપીલ કરું છું કે મોટી જાહેરસભાઑ ન કરે.
જોકે, રાહુલ ગાંધી એ અહીં ભીડ નહિ કરવા પોતાના પક્ષ ને જણાવી દીધું પણ હજુસુધી મોદી સાહેબ કાંઈ બોલ્યા નથી તેઓ એ હજુસુધી પોતાના તરફ થી કોઈ પ્રતિક્રિયા નહિ આપતા લોકો માં મોદી ફરી ચર્ચામાં રહ્યા છે.
મમતા બેનર્જી નું પણ કહેવું છે કે એકજ દિવસે તમામ તબક્કા ની ચુંટણીઓ કરી નાંખવી જોઈએ.
જોકે, રાહુલ ગાંધી સિવાય કોઈએ પ્રચાર રોકવાની જાહેરાત હજુસુધી કરી નથી