દક્ષિણના રાજ્યમાં ચૂંટણી અગાઉ પ્રચારના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ ઓટો રિક્ષામાં બેસીને લોકો વચ્ચે ગયા હતા અને વધતા પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવો પર કેન્દ્રની ભાજપ-એનડીએ સરકાર ની ઝાટકણી કાઢી હતી. તેઓએ યુડીએફની બેઠકમાં કહ્યું કે તેમની ‘ન્યૂનતમ આવક યોજના’ (ન્યાય) હેઠળ કેરળના જો તેમનું ગઠબંધન જીતશે તો દરેક ગરીબ વ્યક્તિને તેઓ દર મહિને છ હજાર રૂપિયા અપાવશે.
નિમોમમાં રાહુલ ગાંધીએ રવિવારે સાંજે એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જેના માટે તેઓ ઓટોરિક્ષામાં બેસીને અહીં પહોંચી ગયા હતા. અહીં સાંસદ કે મુરલીધરન કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફથી ઉમેદવાર છે અને તેઓ માટે રાહુલ પ્રચાર માં ગયા હતા. આ બેઠક ઉપર એલડીએફ, યુડીએફ અને ભાજપ વચ્ચે ત્રિકોણીયો જંગ છે, અહીં રાહુલ ગાંધીએ નિમોમમાં પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું હતું કે તે અહીં ઓટો રિક્ષામાં આવ્યા હતા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે તે પોતાનું ગુજરાન નથી ચલાવી શકતો કારણ કે તેની બધી કમાણી ઈંધણ ખરીદવામાં જ જઇ રહી છે એટલે પેટ્રોલ ના ભાવો ઉપર નિયંત્રણ જરૂરી છે. ભાજપ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરે છે અને લોકોના પૈસા તેમના મિત્રોને આપે છે.
પોતાના સંસદીય મત વિસ્તાર વાયનાડમાં મંથલાવદ્ય વેલમુંદા ખાતે યોજાયેલ યુડીએફની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યના દરેક ગરીબ વ્યક્તિને ‘ન્યૂનતમ આવક યોજના’ (ન્યાય) હેઠળ દર મહિને છ હજાર રૂપિયા ચોક્કસપણે મળશે જ્યારે અહીં યુડીએફની સરકારની રચના થશે. યુડીએફ કેટલીક ક્રાંતિકારી યોજનાઓ લાવી રહ્યું છે. ભારતના કોઈ પણ રાજ્યમાં આ પ્રકારનો પ્રયાસ પહેલા ક્યારેય થયો નથી.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ એવો વિચાર એવો છે કે અમે સીધા કેરળના ગરીબ લોકોના હાથમાં પૈસા આપવાના છીએ. કેરળના દરેક ગરીબ વ્યક્તિને તેમના ખાતામાં દર વર્ષે 72,000 રૂપિયા એટલે કે ચોક્કસપણે છ હજાર રૂપિયા મળશે.
આમ કેરળ માં રાહુલ ગાંધી એ મોટો દાવ ખેલ્યો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નું કહેવું છે કે તેઓ પહેલા કેરળમાં દર મહિને 6000 રૃપિયાવાળી સ્કીમ લાગુ કરવા માગે છે, જો તે અહીં સફળ થશે તો તે દેશના તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તેને લાગુ કરવા માંગતા હોવાનું જણાવ્યું હતું અને જ્યાં જ્યાં કોંગ્રેસ જીતશે ત્યાં ત્યાં ગરીબો ની દર મહિને રૂ.6000 ની આવક ચાલુ થઈ જશે.
બુધવાર, જુલાઇ 2
Breaking
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકને ધમકી આપી: ભારતમાં ઉત્પાદન કરશો તો 25% ટેરિફ લાદવામાં આવશે