મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરતા લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ તેમજ સરકાર વિરુદ્ધ સોસિયલ મીડિયા માં ગાળો નો વરસાદ ચાલુ થયો હતો. અર્નબે પોલીસ પર તેની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવતા લોકો માં પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો .આજે વહેલી સવારે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીના ઘરમાં જઈને તેની ધરપકડ કરી છે.
રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દેખાડ્યા હતા જેમાં અર્નબ અને પોલીસ વચ્ચે ઝપાઝપી દેખાતી હતી. અર્નબે મુંબઈ પોલીસ પર ગુંડાગરદીનો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમને પરિવાર સાથે વાત કરતાં પણ રોકવામાં આવ્યા છે. ત્યારપછી અર્નબને મુંબઈ પોલીસ તેમની વાનમાં સાથે લઈ ગઈ હતી.ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે અર્નબે આરોપ લગાવ્યો છે કે, મુંબઈ પોલીસે તેના સસરા, સાસુ, દીકરા અને પત્ની સાથે પણ મારઝૂડ કરી છે. રિપબ્લિક ટીવી પર જે વીડિયો ચલાવવામાં આવી રહ્યો છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોલીસે અર્નબ સાથે ખરાબ વર્તન કર્યું છે જે બાબતે ઉગ્ર પ્રત્યાઘાતો બહાર આવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે લોકો માં આ ટીવી ચેનલ ખુબજ લોકપ્રિય છે અને મોટો ચાહક વર્ગ ધરાવે છે ત્યારે લોકો માં પોલીસ અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
