લખનૌમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હઝરતગંજમાં ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હઝરતગંજમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા છે,મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
મળતી માહિતી મુજબ, હઝરતગંજની દિલકુશા કોલોની પાસે એક ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ.
લખનૌમાં સતત વરસાદ પડી રહ્યો છે. અધિકારીઓને પણ ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.
ભારે વરસાદને પગલે લખનૌ અને ઝાંસીના જિલ્લા પ્રશાસને મોડી રાત્રે સૂચના જારી કરી જિલ્લાની તમામ સરકારી, અર્ધ-સરકારી અથવા ખાનગી શાળાઓમાં ધોરણ 12 સુધી રજા જાહેર કરી બાળકોને સ્કૂલે નહિ મોકલવા જણાવાયુ છે.