ભારત રત્ન લતાજીના અવસાન ને પગલે બોલિવૂડ જગત ના કલાકારો દ્વારા સદગત ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.
અમિતાભ બચ્ચન,ગીતકાર સ્વાનંગ કિરકિરે, અક્ષય કુમાર, તરણ આદર્શ, અનુપમ ખેર, અનિલ કપૂર, હેમા માલિની, ધર્મેન્દ્ર, અને શત્રુધન સિન્ગા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
અજય દેવગને લખ્યું, “હંમેશાં માટે એક આઈકોન. હું તેમના ગીતોની વિરાસતને યાદ રાખીશ. આપણે કેટલા નસીબદાર હતા કે લતાજીના ગીત સાંભળીને મોટા થયા. ઓમ શાંતિ. મંગેશકર પરિવાર પ્રત્યે સંવેદના.”
એ આર રહેમાને લતા મંગેશકર સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું, “પ્રેમ, સન્માન અને પ્રાર્થના”.
અક્ષય કુમારે લખ્યું, “મેરી આવાજ હી પહેચાન હૈ, ગર યાદ રહે ! આવા અવાજને કોઈ કેવી રીતે ભૂલી શકે છે. લતા મંગેશકરજીના નિધનથી ખૂબ જ દુઃખી છું, મારી સંવેદના અને પ્રાર્થના. ઓમ શાંતિ.”
અનિલ કપૂરે લખ્યું, “મારું દિલ તૂટી ગયું છે. પરંતુ આ અવિશ્વસનીય આત્માને જાણીને અને તેમના પ્રેમ માટે ધન્ય છું… લતાજી મારા દીલમાં એક સ્થાન ધરાવે છે જે ક્યારેય કોઈ નહીં લઈ શકે. તેઓ શાંતિથી આરામ કરે અને પોતાના તેજથી આકાશને રોશન કરે.”
મધુર ભંડારકરે લતા મંગેશકર સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ” દીદીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ વર્ષોથી મારા માટે એક માતાની જેમ રહ્યા છે. દર બીજા અઠવાડિયે તેમની સાથે ફોન કરીને વાત કરતી હતી અને વાતચીત કરતો હતો. આ મારે માટે વ્યક્તિગત ક્ષતિ છે. તેમણી ઉપસ્થિતિ મારા જીવનમાં યાદ આવશે. લવ યુ દીદી. ઓમ શાંતિ# વૉઇસ ઑફ ઇન્ડિયા.”
આમ હજુપણ બોલિવૂડ માંથી સંદેશા આવી રહયા છે,મહાન ગાયક લતાજી ના નિધન થી દરેક પેઢી માં શોક ની લાગણી છવાઈ ગઈ છે.