નેતાઓ દેશમાં જનતાની સેવા કરવા આવે છે કે જનતાના રૂપિયા લૂંટવા આવે છે તે વાત હવે સામાન્ય નાગરિક સમજતો થઈ ગયો છે લોકો મોંઘવારીના મારથી બેવડ વળી ગયા છે અને નેતાઓ ઊંચા પગાર થી સેવા કરે ઉપરથી કરોડો બનાવીને તેમની સાત પેઢીઓને સુખી કરતા જાય છે.
ચેટર્જીની સાથે અર્પિતા પણ EDની કસ્ટડીમાં છે. તેના ઘરેથી 21 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. બુધવારે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ રકમ મળી આવી છે.અત્યાર સુધીમાં કુલ 53 કરોડથી વધુ કેશ મળતા અધિકારીઓ ચોંકી ગયા છે.
પશ્ચિમ બંગાળની મમતા સરકારના બહુ ચર્ચિત SSC શિક્ષક ભરતી કૌભાંડમાં મોટા ભ્રષ્ટાચારના પુરાવા મળી રહ્યા છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ શિક્ષણ અને સંસદીય બાબતોના મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટ પર દરોડા પાડીને EDએ 30 કરોડથી વધુ રકમ જપ્ત કરી છે. અહીંથી મળેલી રોકડ રકમ EDની ટીમ 20 બોક્સમાં એક ટ્રકમાં લઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતાના ઠેકાણા પરથી અત્યાર સુધીમાં કુલ 53.22 કરોડ રૂપિયાની રોકડ મળી છે.
EDએ બુધવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના બેલઘરિયામાં અર્પિતાના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. અહીં એટલી બધી રોકડ મળી આવી છે કે મશીનો લગાવ્યા પછી પણ નોટો ગણવાનું કામ ચાલુ છે. ચેટર્જીની સાથે અર્પિતા પણ EDની કસ્ટડીમાં છે.