કોરોના ના આતંકે દેશ ના અર્થ તંત્ર ને ખોરવી નાખ્યું છે, દેશ માં લોકડાઉન ચાલી રહ્યું છે,મેટ્રો સીટી માં કેસો નું પ્રમાણ વધુ છે,કોરોના ને હરાવવા માટે રાત દિવસ વોરિયર્સ કામ કરી રહ્યા છે આગળ શું થશે તે કોઈ ને ખબર નથી પરંતુ બહાર લોકોની શુ મનોદશા છે તે જાણવાનો પ્રયાસ કર્યો તો દરેક સોસાયટી, મહોલ્લા,ટાવર માં વસતા લોકો માં એકજ મુંજવણ દેખાતી હતી કે હાલ આવક બંધ થઈ ચૂકી છે,બચત ખર્ચાઈ ગઈ છે,ઘરમાં હપ્તા થી લીધેલી વસ્તુઓ ના હપ્તા ચડી રહ્યા છે ટુક માં દૂધ-કરીયાણા થી માંડી દરેક વસ્તુ ઉધાર મળતી નથી જ્યાં નોકરી છે તે ધંધા બંધ છે તો માલિકો પણ અત્યાર થીજ સરકાર પાસે સહાય માંગી રહ્યા છે ત્યારે પગાર ની વાત અધ્ધરતાલ છે આવા સમયે ઘરમાં બંધ લોકો ની મનોદશા ખૂબ ચિંતા કરાવનારી છે કે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે સ્કૂલોના નવા સત્ર ની ફી , બુક્સ, સ્કૂલ વાન ની ફી તેમજ લાઈટ બીલ અને જે લોકો ખાનગી નોકરી કે નાનો ધંધો કરી ભાડાના મકાન માં રહે છે તે એક સામટુ ભાડું ક્યાંથી લાવશે વગરે ચિંતા છે. એક તરફ આવક જીરો થઈ ગઇ છે તેવા સમયે આવનારા સમય માં શુ થશે તેની ચિંતા છે, આવા સમયે તેનો ઉકેલ સરકાર જ લાવી શકે તેમ છે કારણ કે કોઈપણ મહામારી માં દેશ ની જનતા ની આશા માત્ર સત્તા માં બેઠેલા શાસક તરફ જ હોય છે, અને આવા સમયે તમામ પક્ષોએ એકજુથ થઈને જનતા ના હિત માં નિર્ણય લેવાનો રહેતો હોય છે. ત્યારે સરકારે તાત્કાલીક કોઈ રસ્તો કાઢી જનતા ના હિત માં વિચારવું જોઈએ. મોટાભાગ ના લોકો ઉપરોક્ત પોઇન્ટ ઉપર ખુબજ ચિંતામાં છે ત્યારે સરકારે દરમ્યાનગીરી કરી તેનો રસ્તો કાઢવા માંગણી ઉઠવા પામી છે.
