હાલ કોરોના અને લોકડાઉન માં કેટલાય યુવાનો અને યુવતીઓ બેરોજગાર થયા હશે અને નાસીપાસ પણ થયા હશે પરંતુ આવા યુવાનો અને યુવતીઓ માટે એક રિયલ સ્ટોરી અહીં પ્રસ્તુત છે જેનાથી પોતાનું મનોબળ મજબૂત થશે અને નવી આશાઓ અને ઉત્સાહ બેવડાશે
વાત છે 2007ની કે જ્યારે આર્થિક મંદીમાં કાનપુરની સૌમ્યા ગુપ્તાનાં પણ સપનાં તૂટી ગયાં હતાં. 19 વર્ષીય સૌમ્યાએ ખુબજ ઉંચા સપના જોયા હતા અને તેથીજ ખુબજ ઉંચા પગાર ની જોબ મળી રહેશે તેવું વિચારી રૂ.65 લાખ ની રકમ દાવ ઉપર લગાવી દીધી હતી અને 65 લાખ જેવી રકમ નો ખર્ચ કરી ને અમેરિકામાં પાઈલટ ટ્રેનિંગ પૂરી કરી હતી પણ નશીબ બે ડગલાં પાછળ હતું અને લાખ પ્રયાસ છતાં નોકરી ન મળી એટલે જિમ રિસેપ્શનિસ્ટથી લઈને કોલ સેન્ટરમાં પણ કામ કર્યુ. પછી ઉધાર પૈસા લઈને કાપડનો બિઝનેસ શરૂ કર્યો. આજે તેની કંપનીમાં 35 કર્મચારી કામ કરે છે અને તેમના ડિઝાઈન કરેલા આશરે દસ હજાર ડ્રેસ રોજ વેચાય છે.
સૌમ્યા કહે છે કે 2006માં મારી કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગઈ હતી. ટ્રેનિંગ પછી નોકરી મળવાની નક્કી હતી પણ અચાનક સંપૂર્ણ ઈન્ડસ્ટ્રી અનિશ્ચિતતાઓના ઘેરામાં આવી ગઈ. તેનું કારણ હતું અમેરિકાનું સબપ્રાઈમ મોર્ગેજ ડિફોલ્ટ, જેના કારણે લેહમન બ્રધર્સ જેવી મોટી બેન્ક અને અમેરિકન ઈન્શ્યોરન્સ ગ્રૂપ દેવાળું કાઢ્યું હતું.
5000 રૂપિયે મહિને પગાર પર જિમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરી
તે કહે છે કે 2008નું વર્ષ મેં નોકરી શોધવામાં જ પસાર કરી નાખ્યું. આખરે મેં 5000 રૂપિયે મહિને પગાર પર જિમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરી. તે પછી કોલ સેન્ટર જોઈન કર્યુ. રાત્રે અહીં કામ કરતી અને દિવસે નોકરી શોધતી. આ દરમિયાન મારી મુલાકાત રોબર્ટો કવાલી અને ગોટિયર જેવી બ્રાન્ડનાં કપડાંનું એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું કામ કરતી એક મહિલા સાથે થઈ. તેની પાસેથી 20 ડ્રેસ ઉધાર લીધા અને ઘરમાં મિત્રો માટે સેલ લગાવ્યું. એક કલાકમાં 100 ટકા નફો રળ્યો. ઓનલાઇન પ્લેટફોર્મ પર કપડાં વેચવાની શરૂઆત કરી. આજે મારી કંપની 10 ઓન 10 દરરોજ 10 હજાર ડ્રેસ વેચે છે. કંપનીનું કામ હાલ અમેરિકાથી ચાલે છે અને કેનેડા તથા યુરોપમાં બિઝનેસ શરૂ કર્યો છે.
હવે માસ્કનું એક્સપોર્ટ
સૌમ્યા કહે છે કે કોવિડ-19 આવતાં તેમને લાગ્યું જાણે તે 2007માં પહોંચી ગઈ છે. ફેર એટલો જ હતો કે આજે કમાણી નવ અંકમાં થતી હતી. ડ્રેસના વેચાણમાં ઘટાડો થયો તો માસ્કનું એક્સપોર્ટ શરૂ કરી દીધું. આમ હિંમત થી કામ લઈ આગળ વધતા રહો કોઈને કોઈ રસ્તો જરૂર મળી જાય છે. સૌમ્યા યુવાઓ માટે એક આદર્શ ઉદાહરણ છે.
