લોકસભા ચૂંટણી નજીક છે અને આ વખતે વધારેમાં વધારે વોટ આપવામાં આવે એની પણ દબાણ આપવામાં આવી રહ્યું છે. એના માટે અલગ અલગ સંસ્થાઓ વોટ નાંખવા પર મતદાતાઓને અલગ અલગ પ્રકારની ભેટ આપી રહી છે. ઑલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની તરફથી વોટ આપનારને પેટ્રોલ અને ડીઝલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
તો બીજી બાજુ યૂપી, ગાજિયાબાદથી સંચાલિત થનારી સામાજિક સંસ્થા સાત્વિક ફાઉન્ડેશને જાહેરાત કરી છે કે વોટ આપીને આવનાર 100 લોકોને ફિલ્મની ટિકીટ ફ્રી માં આપવામાં આવશે.
જો ફ્રી માં ફિલ્મની ટિકીટ ઇચ્છો છો તો એના માટે તમારે વોટ આપ્યા બાદ 9410806084, 9999233771. 7678346551 પર વોટ્સએપ દ્વારા તમારે સેલ્ફી મોકલવી પડશે. એ દરમિયાન ડ્રો થશે અને 100 લકી વોટર્સને 17 એપ્રિલે ફિલ્મની ટિકીટ આપવામાં આવશે.
તો બીજી બાજુ AIPDનું કહેવું છે કે જે પણ વોટર વોટ નાંખીને પેટ્રોલ પંપ પર પેટ્રોલ અથવા ડીઝલ ખરીદવા આવશે એમને પ્રતિ લીટર 50 પૈસાનું ડિસ્કાઉન્ટ અપાશે. એના માટે ઑલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. તો બીજી બાજુ સાત્વિક ફાઉન્ડેશનનું કહેવું છે કે મતદાન કરવું દેશનો દરેક નાગરિક નું દાયિત્વ છે અને એના માટે વધારેમાં વધારે મતદાન થવું જોઇએ