દેશમાં લોકોનો મરો થઈ રહ્યો છે એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવો સરકારે આસમાને પહોંચાડતા લોકો ન છૂટકે ઈલેક્ટ્રિક સ્કૂટરો તરફ વળ્યા અને ઉંચી કિંમત આપી આવા સ્કુટરો ખરીદ્યા તો હવે આ ઇલેક્ટ્રીક સ્કુટરો સળગી રહયા છે અને લોકોને પોતાના બાળકો સામે જીવનું જોખમ ઉભું થયું છે અને એક બનાવમાં તો પિતા અને પુત્રીના મોત પણ થયા છે.
લોકોના જીવ સામે જોખમ અને પૈસા પણ ડૂબી રહયા છે,આ દેશ માં કોઈ એવી સિસ્ટમજ નથી કે અહીંના લોકો સાથે કોઈપણ કંપનીઓ ચિટિંગ કરે અને સરકારની કોઈ જાણે જવાબદારી ન હોય.
છેલ્લા પાંચ દિવસમાં ઓલા, ઓકિનાવા અને પ્યોર કંપનીઓનાં મોંઘા ગણાતા ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં ચાર આગ લાગવાના બનાવો બન્યા છે, જેનાથી ઈલેક્ટ્રિક વાહનો એટલે કે EVની સુરક્ષા અંગે સવાલો સર્જાયા છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
સરકાર દેશમાં આવા ઈલેક્ટ્રિક વાહનોને અને ગાડીઓને પ્રોત્સાહન કેવી રીતે આપી શકે.
છેલ્લા દિવસોમાં જે બનાવો સામે આવ્યા છે તેમાં ઈલેક્ટ્રિક સ્કૂટર કે ઈ-સ્કૂટરોમાં આગ લાગવાની સૌપ્રથમ ઘટના 25 માર્ચે તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં બની, જ્યારે ઓકિનાવા(Okinawa) કંપનીના ઈ-સ્કૂટરને રાતે ચાર્જિંગ માટે મૂક્યા પછી અચાનક તેમાં આગ લાગી.
આનાથી એક 45 વર્ષીય વ્યક્તિ અને તેની 13 વર્ષીય પુત્રીનું ગૂંગળાઈ જવાથી મોત થયું. પોલીસે પ્રારંભિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ ગણાવ્યું.
બીજી ઘટના 26 માર્ચે પૂણેમાં થઈ, જ્યાં ઓલાના S1 પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી, તેનો વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો. ઓલા S1 પ્રોને કંપનીએ ગત વર્ષે લોન્ચ કર્યુ હતું.
ત્રીજી ઘટના 28 માર્ચે તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના મણપ્પરાઈમાં બની, જ્યાં લાલ રંગના ઓકિનાવા ઈ-સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી.
ચોથી ઘટના 30 માર્ચે તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં થઈ, જ્યાં હૈદરાબાદના સ્ટાર્ટઅપ પ્યોરના ઈ-સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી.
આ બનાવો બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે, પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા લોકો અન્ય વિકલ્પ શોધી રહયા છે તેવે સમયે આવા મોંઘા વાહનો પણ સળગી જતા હવે લોકોમાં ટેંશન છવાયુ છે.
ગુરુવાર, મે 15
Breaking
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા