નવી દિલ્હીઃ લોન મોરેટોરિયસ અંગે આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. આજની સુનાવણીમાં સરકારી વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે, જો લોનના વ્યાજને માફ કરવામાં આવે તો 6 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે.
સુપ્રીમ કોર્ટે આજની સુનાવણીમાં કહ્યુ કે, જે પરિસ્થિતમાંથી ઉદ્યોગ-ધંધાઓ પસાર થઇ રહ્યા છે, તેને ધ્યાનમાં રાખતા રાહત મળે તેવા પગલાંઓ લેવાની આવશ્યકતા છે.
રિઝર્વ બેન્કે પરિપત્ર જારી કરી દીધો છે. પરંતુ કેટલીક શરતો છે તેનાથી રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવેલ લાભ મળતો નથી. મોટાભાગના લોકો વ્યાજ માફીની રાહતથી વંચિત રહી જાય છે. અલબત આ બાબતે લોન રિસ્ટ્રક્ચરિંગનો પરિપત્ર ઓગસ્ટમાં જ આવી ગયો હતો. તેમ છતાં લોકોની તકલીફો ઠેરના ઠેર છે. આથી હજી ઘણા પગલાંઓ લેવાની જરૂર છે. માર્ચ 2021નો મતલબ એ થશે કે ઘણા બધા લોકો તેનો ફાયદો મેળવી શકશે નહીં.
કોઇ પણ છુટછાટ અંગે વિચારણા કરાઇ નથી
સોલિસિટર જનરલે કહ્યુ કે, કોઇ પણ છુટછાટ અંગે વિચારણા કરવામાં આવી નથી. મોરેટોરિયમ હેઠળ માત્ર EMIની ચૂકવણી ટાળવામાં આવી હતી. ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં હાલ એક લોન લેનારની સામે 8 થાપણ જમા કરનાર છે. મહેતાએ કહ્યુ કે, કોઇયે પણ એ હકિકત અંગે ધ્યાન આપ્યુ હશે નહીં કે મોટાભાગનો ખર્ચ જાહેર આરોગ્ય સેવો પાછળ થાય છે. આવા પ્રકારની રાહતો પર મોટાભાગે સરકારી મંત્રાલોયની જ નજર હોય છે.