રાજસ્થાનના ઉદેપુરમાં દરજીની હત્યાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ ઉમેશ કોલ્હે નામના દવાના વ્યાપારીએ ફેસબૂક પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરતા હતી,જેનો સ્ક્રીનશોર્ટ શંકાસ્પદ ગ્રુપમાં વાઈરલ થયા બાદ ત્રણ ઈસમોએ ઉમેશ કોલ્હેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આ માટે તપાસ સોંપી છે. NIAની ટીમ વધુ તપાસ માટે અમરાવતી પહોંચી ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક આરોપીની પૂછપરછ કરવામાં આવતા માહિતી મળી છે કે તેણે NGO સંચાલકે ઉમેશને મારવા માટે કહ્યું હતું. ઉમેશને મારવા માટે બે ટીમ કામે લગાડી હતી. એક ટીમને ફોન કરી ઉમેશ કોલેજ પાસે પહોંચવાની પુષ્ટી કરી હતી અને ત્યારબાદ તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે અહી માર્ગ ઉપર મેડિકલ શોપના સંચાલક ઉમેશ પ્રહલાદ કોલ્હે (54) પર ધારદાર ચાકુથી ત્રણ લોકોએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટની જે જગ્યાએ બની ત્યાંથી ફક્ત 15 મિનિટના અંતરે ઉમેશનો દીકરો સંકેત પણ હાજર હતો જે પિતાને બચાવવા દોડીના આવતો જોઈને નકાબમાં રહેલા ત્રણેય ઈસમો ભાગી છૂટ્યા હતા.
આમ,હવે નૂપુર સમર્થનમાં પોસ્ટ કરનારની વધુ એક હત્યા થતા ચકચાર મચી ગઇ છે.