નવી દિલ્હીઃ ભારતમાં ચોમાસાની સીઝનમાં વરસાદ કેવો પડશે તે અંગે આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી વિદેશી હવામાન એજન્સી દ્વારા કરવામાં આવી છે. પેન્સિલ્વેનિયા સ્થિત વેધર કંપનીએ એક્યુવેધર કંપનીના સિનિયર હવામાન વૈજ્ઞાનિક જેસન નિકોલસે કહ્યુ કે, ભારતમાં આગામી ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહી શકે છે. ભારતમાં ચાલુ વર્ષે દુષ્કાળના સંકેત મળી રહ્યા નથી. અમે ભારતમાં સામાન્ય મોનસૂનના સંકેત જોઇ રહ્યા છે. હવામાનની આગાહી કરનાર આંતરારાષ્ટ્રીય જાણકારોના કહેવા અનુસાર ભારતીય હવામાન પર અસર કરનાર લા-નીનાની સ્થિતિ સર્જાઇ રહી છે.
દુનિયાભરમાં હવામાનની પરિસ્થિતિઓ ભારતમાં ચાલુ વર્ષ સરેરાશ વરસાદની તરફી ઇશારો કરી રહી છે. આ જે વરસાદ આધારિત કૃષિ પ્રધાન ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘણી જ સારી વાત છે. કારણ કે ભારતના લગભગ બે તૃત્યાંશ લોકોની રોજીરોટી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખેતી ઉપર આધારિત છે.
એક સટીક અનુમાન માટે ઘણી પ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન હવામાન વિજ્ઞાન વિભાગ (બીઓએમ) એ કહ્યુ કે, 2020-21 લા-નીના અલ-નીનો તટસ્થ સ્તરની નજીક છે. ભારતમાં પાછલા બે વર્ષોમાં પુષ્કળ વરસાદ પડ્યો છે, પરંતુ ઇએનએસઓ- તટસ્થ પરિસ્થિતિઓ અલ-નીનો સ્થિતિ કરતા સારી છે. ભારતનું હવામાન વિભાગ (IMD) એપ્રિલના અંતે ઔપચારિક વરસાદની આગાહી કરી શકે છે.