નવી દિલ્હીઃ મોટાભાગના ભારતીયો જેઓ વિદેશમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે, તેમની પહેલી પસંદ સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) છે. વિદેશ રાજ્ય મંત્રી એ તાજેતરમાં આ માહિતી દેશની સંસદમાં આપી હતી. સરકારના આવ્રજન જ્યૂરોના છેલ્લા પાંચ વર્ષના આંકડાઓનો હવાલો આપતા વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને લોકસભામાં કહ્યુ કે, જીસીસી (ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ) ક્ષેત્ર ભારતીય પ્રોફેશનલ્સ અને બ્લૂ કોલર્સ વર્કર્સ બંને માટે વિદેશમાં કામ કરવા માટે ટોપ-5 દેશોમાં શામેલ છે.
ટોપ-5 દેશોમાં શામેલ છે ચાર અરબ દેશો
મંત્રીએ જણાવ્યુ ચે કે, પ્રથમ પાંચ સ્થળોમાં અમેરિકા એકમાત્ર નોન- અરબ દેશ છે. તેમણે આ માહિતી ડો. મનોજ રાજોરિયાને આપી હતી., જેમણે એવા દેશોની યાદી માંગી હતી જ્યાં ભારતીય નોકરીની માટે સૌથી વધારે પ્રવાસ કરે છે. આ યાદીમાં પ્રથમ ક્રમે યુએઇ, ત્યારબાદ સાઉદી અરબ, કતાર, અમેરિકા અને ઓમાનનો સમાવેશ થાય છે.
મુરલીધરને કહ્યુ કે, યુવાઓ, ખાસ કરીને સમાજના નબળા વર્ગને વિદેશોમાં સુરક્ષિત કાયદેસર વિદેશી રોજગારની સુવિધા પવા માટે સરકારે દેશમાં રજિસ્ટર્ડ ભરતી એજન્ટ્સની માહિતી સાથે ઇ-માઇગ્રેટ પોર્ટલની પણ સ્થાપના કરી છે. તેમણે કહ્યુ કે, આ પોર્ટ અલગ- અલગ રાજ્યોમાં કામ કરી રહેલા બોગસ એજન્ટો વિશે માહિતી પણ આપે છે, જેનાથી વિદેશમાં નોકરી માટે જવાની ઇચ્છા રાખનાર યુવાનો છેતરપીંડિનો શિકાર થતા બચી શકે.
વિદેશ રાજ્યમંત્રી એ વર્ષની શરૂઆતમાં સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)માં ભારતીય શ્રમિકો માટે ભારત સરકારની પહેલ કૌશલ અને તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કર્યુ છે. આ તાલીમ કેન્દ્ર દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ), જેબેલ અલીમાં શરૂ કરાયુ છે. આ સેન્ટર પર દુબઇમાં કામ કરી રહેલા ભારતીય શ્રમિકોને અરબી, અગ્રેજી અને કોમ્પ્યુટર એપ્લિકેશનની તાલીમ આપવામાં આવી રહી છે.