આખી દુનિયામાં મોદીજીનો ફરી ડંકો વાગ્યો છે અને વિશ્વમાં સૌથી શક્તિશાળી નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વૈશ્વિક લીડર એપ્રુવલ લિસ્ટમાં ટોચ પર આવતા નરેન્દ્ર મોદી આખી દુનિયામાં નંબર વન તરીકે ઉભરી આવ્યા છે.
PM નરેન્દ્ર મોદી ફરી એકવાર મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક લીડર એપ્રુવલ લિસ્ટમાં ટોચ પર છે. પીએમ મોદીને 76 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે.
જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 61 ટકા એપ્રુવલ રેટિંગ સાથે બીજા નંબરે રહયા છે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 55 ટકાનું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ સાથે ત્રીજા ક્રમે રહયા છે.
જ્યારે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 49 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ચોથા નંબર પર છે.
ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને જ્યોર્જિયા મેલોનીની જેમ જ 49 ટકાનું રેટિંગ મળ્યું છે.
સુપરપાવર અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનને છઠ્ઠું સ્થાન મળ્યું
વિશ્વની સૌથી મોટી મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. બાઈડેનને માત્ર 41 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તે જ સમયે, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો 39 ટકા એપ્રુવલ રેટિંગ સાથે સાતમા નંબરે છે. બ્રિટનના પીએમ ઋષિ સુનક 10માં નંબર પર છે. તેમનું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ 34 ટકા છે. સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝને 38 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે અને તેઓ આ યાદીમાં 8મા નંબરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોર્નિંગ કન્સલ્ટ એ અમેરિકન કંપની છે જેણે પીએમ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓમાં સૌથી શક્તિશાળી ગણાવ્યા છે.
મહત્વનું છે કે આ કંપની 2014માં શરૂ થઈ હતી અને બરાબર આજ વર્ષે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.
આ કંપનીનું કામ વૈશ્વિક સ્તરે ડેટા ઈન્ટેલિજન્સનું છે.
મોર્નિંગ કન્સલ્ટને અત્યાધુનિક વિકસતી ટેકનોલોજી આધારિત કંપની તરીકે જોવામાં આવે છે,આમ મોદીજી વિશ્વમાં નંબર વન તરીકે છવાઈ ગયા છે.