દેશ માં કોરોના નું જબરદસ્ત સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે અને છેલ્લા 24 કલાકમાં ભારત વિશ્વ માં સૌથી વધુ કોરોના ના નવા કેસ સાથે અગ્રીમ સાથે રહ્યો છે. રવિવારે અહીં 68,206 નવા કેસ નોંધાયા હતાં. છેલ્લા 169 દિવસમાં આ આંકડો સૌથી મોટો છે. અગાઉ ગયા વર્ષે 10 ઓક્ટોબરે 74,418 કેસ નોંધાયા હતા. જ્યારે ગત દિવસે 32,149 લોકો સાજા થયા અને 295 લોકોના મોત થયા હતા.
હાલ 138 દિવસ બાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે. હાલમાં અહીં 5 લાખ 18 હજાર 767 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ પહેલા ગયા વર્ષે 9 નવેમ્બરના રોજ દેશમાં 5 લાખ 4 હજાર 873 એક્ટિવ કેસ નોંધાયા હતા.
દેશમાં અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.61 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 5.18 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
આમ હવે દુનિયા માં ભારત કોરોના મામલે આગળ જણાઈ રહ્યો છે ત્યારે ગંભીર બનવાની તાતી જરૂર ઉભી થઇ છે.