એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. શિંદેના સમર્થનમાં 164 અને વિરોધમાં 99 મત પડ્યા હતા.
બીજીતરફ સંજય રાઉતે શિંદે અને બીજેપી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું.
મહારાષ્ટ્રમાં એકનાથ શીંદેની નવી સરકાર બન્યા બાદ સંજય રાઉત બરાબરના ભડકયા હતા તેમણે ભાજપ અને શિંદે જૂથના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.
રાઉતે કહ્યું કે ભાજપ અને શિંદે જૂથનું ગઠબંધન અસ્થાયી વ્યવસ્થા છે, તેઓ લોકોમાં જઈ શકશે નહીં. તેઓ શિવસેનામાં હતા ત્યારે સિંહ હતા, પરંતુ હવે તેઓ ડરના માર્યા સુરક્ષા સાથે ફરે છે. રાઉતે કહ્યું હતું કે કસાબને જેટલી સુરક્ષા અપાઈ ન હતી તેટલી સુરક્ષા બળવાખોર ધારાસભ્યોને આપવામાં આવી હતી. આ લોકો કેમ ડરે છે?
બળવાખોર નેતાઓ વિશે વાત કરતા, રાઉતે કહ્યું કે તેઓએ અમારી પાર્ટીમાં જોડાયા અને હવે બહારના દળોને કારણે છોડી અમને છોડી દીધા પણ અમે ગામડાઓમાં જઈશું, અન્ય કાર્યકરોને અમારી પાર્ટીમાં સામેલ કરીશું. અમને ખાતરી છે કે અમે ફરીથી ચૂંટાઈશું.