મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ આજે ફ્લોર ટેસ્ટ દરમિયાન ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના રાજકારણમાં મેરેથોન બેઠકો યોજાઈ હતી.
સીએમ એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે પણ મહત્વની બેઠક યોજી છે.
ફ્લોર ટેસ્ટની વાત કરીએ તો રાજ્યના દરેક મોટા રાજકીય જૂથો રણનીતિ નક્કી કરવામાં વ્યસ્ત છે.
દરમિયાન એકનાથ શિંદે-ભાજપ સરકારના નિર્ણાયક વિશ્વાસ મતના એક દિવસ પહેલાઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો હતો.
રવિવારે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભાના નવનિયુક્ત સ્પીકરે શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીને વિધાનસભા પક્ષના નેતાના પદ પરથી હટાવી દીધા હતા.
સ્પીકર રાહુલ નાર્વેકરના કાર્યાલય દ્વારા જારી કરાયેલા પત્રમાં શિંદેને સેનાના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પુનઃસ્થાપિત કર્યા અને ઠાકરે જૂથના સુનીલ પ્રભુના સ્થાને શિંદે કેમ્પમાંથી ભરત ગોગાવાલેને શિવસેનાના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે.