શિવસેનાના નેતા સંજય રાઉત રાહુલ ગાંધી સામેની EDની કાર્યવાહી થી લાલઘૂમ થઈ ગયા છે તેઓએ કહ્યું કે આ કાર્યવાહી ગેરકાયદેસર છે,તેઓ એ કહ્યું કે ‘ભાજપ’ વિરુદ્ધ જે કોઈ બોલવા જાય તો તેની ઉપર EDની કાર્યવાહી કેમ શરૂ થઇ જાય છે ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવવામાં આવતા, પાર્ટીના કાર્યકરોએ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ EDને એવી ‘મશીનગન’ ગણાવી હતી કે તેનો દારૂગોળો ક્યારેય ખતમ થતો નથી. તે વિપક્ષના નેતાઓ પર પ્રહારો કરતા રહે છે. કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો EDની નોટિસના કારણે આ નેતાઓને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ’ના મામલામાં ‘નિષ્ણાતો’ બનાવી દીધા છે. કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, મને સૌથી વધુ વખત EDની નોટિસ મળી છે. હું ED બાબતોમાં કોંગ્રેસનો નિષ્ણાત છું. દિગ્વિજય સિંહે કહ્યું, જ્યારે મોદી ડરતા હોય છે ત્યારે તેઓ EDને ફોરવર્ડ કરે છે.
કોંગ્રેસ પાર્ટી હેડક્વાર્ટરની બહાર ભેગા થયેલા કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ભાજપ દ્વારા ‘ED’ નો ઉપયોગ મશીનગન તરીકે કરે છે જે વિપક્ષ સામે આગ ફેલાવે છે. આ મશીનગનનો દારૂગોળો ક્યારેય ખતમ થતો નથી. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રંજીત રંજને કહ્યું, મોદી સરકાર ડરી ગઈ છે, તેથી તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પરેશાન કરી રહી છે. ઇડીએ જલ નિગમ ભરતી કૌભાંડમાં સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ વધુ એક કેસ નોંધ્યો છે.
ઇડી દ્વારા રોબર્ટ વાડ્રાની લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન હજુ પણ EDની કસ્ટડીમાં છે. જ્યારે EDએ શિવસેનાના નેતા સંજય રાઉતની સંપત્તિ જપ્ત કરી ત્યારે તેણે કહ્યું હતું કે, મને ગોળી મારી દો અથવા જેલમાં નાખો, અમે ડરવાના નથી. EDએ કથિત રેતી ખનન કેસમાં પંજાબના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીની પણ લાંબા સમયથી પૂછપરછ કરી છે.