સુશાંત સિંહ રાજપૂત શંકાસ્પદ મોત કેસમાં આજે રવિવારે સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ રિયા ચક્રવર્તીનાં ઘરે પહોંચી ને સમન્સ બજાવ્યું છે અને ડ્રગ્સ મામલે આજે તેની પૂછપરછ કરવામાં શકે છે. નોંધનીય છે કે NCB સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન મામલે તપાસ કરી રહી છે અને આ હાઇ પ્રોફાઇલ કેસ માં અત્યાર સુધી 6 લોકો સુશાંતનો હેલ્પર દીપેશ સાવંત, અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને અબ્બાસ લખાણીની ધરપકડ થઇ ચૂકી છે . કૈઝન ઇબ્રાહિમની પણ ધરપકડ કરી હતી, પરંતુ શનિવારે તેને કોર્ટમાંથી જામીન મળતા છૂટી ગયો હતો.
ડ્રગ્સ મામલે દીપેશ ને મુખ્ય સાક્ષી બનવાની પ્રોસેસ પૂરી કરવામાં આવશે. NCB શોવિકને રિયાની સામે બેસાડીને પૂછપરછ કરી શકે છે.
આ કેસ હવે ભારે અટપટો અને રહસ્યમય બની રહ્યો છે ત્યારે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
