આજકાલ સુંદર દેખાવા માટે સ્ત્રી અને પુરુષ બન્નેમાં હોડ જામી છે અને મોંઘા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરી રહયા છે પણ આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રસાધનો બનાવવા સેંકડો જીવોની હત્યા કરવામાં આવે છે જોકે,
મેકઅપ પ્રોડક્ટ્સ દરેકની ત્વચાને સૂટ નથી કરતી. જો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ત્વચાની એલર્જી, ખંજવાળ, સોજો, ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ક્યારેક સૌંદર્ય પ્રસાધનોથી પણ ઉલ્ટી, માથાનો દુખાવો, બીપી કે નર્વસનેસ થઈ શકે છે.
પરંતુ મોટાભાગના બ્યુટી પાર્લરોમાં કે બજારમાં વેચાતી મોંઘી સૌંદર્ય પ્રોડક્ટ બનાવવા અસંખ્ય જીવોની હત્યા કરવામાં આવે છે. આજે અમે આ લેખમાં તે વિશે જણાવવા જઇ રહયા છે.
કોચિનિયલ બીટલ :
રણમાં કેક્ટસની ઉપર ફરતા લાલ કીડાઓ કે જેને કોચિનિયલ બીટલ કહેવામાં આવે છે તે લાલ રંગના હોય છે તેને મારી નાખીને તેમાંથી લિપસ્ટિક, બ્લશ, આઇશેડો બનાવવામાં ઉપયોગ થાય છે.
માછલીની ચામડી:
માછલીની ચામડીમાંથી ગ્વાનિન નામનું કેમિકલ નીકળે છે જેમાંથી ગ્લિટર મસ્કરા, હાઈલાઈટર, આઈશેડો, નેઈલ પોલીશ અને ગ્લોસી લિપસ્ટિક બનાવવામાં આવે છે.
શાર્ક માછલીનું લિવર :
શાર્ક માછલીના યકૃતમાંથી સ્ક્વેલિન કાઢવામાં આવે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ હોવાનું માનવામાં આવે છે જે ત્વચાને કરચલીઓથી બચાવતું હોવાનો દાવો કરવામા આવે છે. પરિણામે તે માછલીઓ મારીને તેના શરીરમાંથી તે ભાગ કાઢી સ્કિન પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ થાય છે. તે લિપ બામ, ડિઓડરન્ટ અને ટેનિંગ ઓઇલ પણ ઉત્પન્ન કરે છે.
ઘેટાંના વાળ:
જો તમને લાગે છે કે ઘેટાંના વાળમાં લેનોલિન હોય છે, જે ત્વચાને નરમ બનાવે છે. લેનોલિનનો ઉપયોગ લિપ બામ, ગ્લોસ, હેર કંડિશનર, ફેસ ક્રીમ અને બોડી મોઇશ્ચરાઇઝરમાં કરવામાં આવે છે.
લાખ જંતુ:
લાખ નામનો કીડો પીપળ, પલાશ, કેરી, શીશમ જેવા અનેક વૃક્ષો પર જોવા મળે છે. આ જંતુમાંથી પીળા કલરની લાળ નીકળે છે. તેની ચમકને કારણે તેનો ઉપયોગ નેલ પોલીશમાં કરવામાં આવે છે.જે માટે આવા સેંકડો કીડા કુરબાન થાય છે.
માછલીની ચરબી :
ઘણી એન્ટી-એજિંગ પ્રોડક્ટ્સની જાહેરાતોમાં કોલેજન નું નામ સૌથી આગળ છે જે કરચલીઓ ઘટાડવા સાથે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરતું હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ આ તત્વ ગાય અને માછલીના પેશીઓ અને હાડકાંમાંથી કાઢવામાં આવેલું પ્રોટીન છે.
ગર્ભવતી ઘોડીના યુરીનમાંથી બને છે પરફ્યુમ
મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન નામનું હોર્મોન્સ હોય છે જે તેના પિરિયડ્સથી લઈને સેક્સ સુધી મદદરૂપ થાય છે. પરંતુ આ હોર્મોનસ પરફ્યુમ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એસ્ટ્રોજન ગર્ભવતી ઘોડીના યુરિનમાંથી પણ કાઢવામાં આવે છે. તો મેકઅપ પ્રોડક્ટ્સમાં વેનીલાની સુગંધ માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે જે મેકઅપ બ્રશનો ઉપયોગ કરો છો તેમાં શિયાળ, ઘોડો, બકરી, મંગૂસ અને ખિસકોલીના વાળનો ઉપયોગ થાય છે.
જાનવરો પર કરવામાં આવે છે મેકઅપ ટેસ્ટિંગ
પેટાના જણાવ્યા અનુસાર, દુનિયામાં દર વર્ષ 20 લાખ જાનવર કોસ્મેટિક્સના ટેસ્ટિંગથી જીવ ગુમાવે છે. જેમાં ઉંદર, કુતરા, બિલાડી, સસલા, માછલી સહિત અનેક જાનવરો છે.
જોકે,ભારતની વાત કરવામાં આવે તો વર્ષ 2020માં નવા સૌંદર્ય પ્રસાધનોના નિયમ પછી પ્રાણીઓમાંથી બનેલા અથવા તેના પર પરીક્ષણ કરાયેલા મેકઅપ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમની આયાત પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. આવું કરનાર ભારત દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે.
પરંતુ જે સૌંદર્યની જે પ્રોડક્ટ છે તે બનાવવા અનેક જીવોને મારી નખવામાં આવે છે.