SGX નિફ્ટીમાં કડાકા બાદ બુધવારે ભારતીય બજારો લાલ નિશાનમાં ખુલ્યા હતા.
સેન્સેક્સ 500 અંક ઘટીને 52623 પર અને નિફ્ટી 15705 પર ખુલ્યો છે. હાલમાં નિફ્ટી 15700 પર જાળવવાનો પ્રયાસ કરતી વખતે ગગડી ગયો છે. તે જ સમયે, ભારતીય રૂપિયો પણ 78.90 પર આવી ગયો છે.
આ પહેલા સારી શરૂઆત બાદ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ દિવસના ઊંચા સ્તરેથી સરકીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ડાઉ દિવસના ઉચ્ચ સ્તરેથી 950 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય નાસ્ડેકમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હકીકતમાં, યુએસમાં નબળા ગ્રાહક વિશ્વાસ ડેટાએ બજારને નબળું પાડ્યું છે. એનર્જી શેરો સિવાય તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ વધી રહ્યું છે.
જોકે યુરોપના બજારોમાં 0.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ જો આપણે એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ વેચવાલીનું પ્રભુત્વ જોવા મળે છે.SGX નિફ્ટી 170 પોઈન્ટ ડાઉન છે અને આ ઈન્ડેક્સ સતત લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.